બંધ

આણંદની ડી.એન. હાઈસ્કૂલ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ વંચિત જૂથના બાળકોનો સન્માન કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત તારીખ : 21/09/2026

શાળા નામાંકન ૧૦૦ ટકા એ પહોંચ્યું તેનું મુખ્ય કારણ નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ છે – ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ

બેક ટુ સ્કૂલ અભિયાન અને દાતાઓના સહયોગથી ‘વિકસિત ભારત’નો સંકલ્પ સિદ્ધ થશે : જિલ્લા કલેક્ટર

આણંદ, શનિવાર , સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વંચિત જૂથના બાળકોના સન્માનનો એક વિશેષ કાર્યક્રમ આણંદ સ્થિત ડી.એન. હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે હતા ત્યારે તેમણે શાળા પ્રવેશોત્સવરૂપી અભિનવ અભિયાન શરૂ કર્યું હતુ. આ અભિયાનના કારણે શાળામાં નામાંકન 100 ટકા થયુ છે અને ડ્રોપ આઉટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન સહિતના અભિયાનોનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓમાં અત્યારથી જ આ બાબતે જાગૃતિ કેળવાય અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થાય તે જોવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં આણંદ જિલ્લા કલેક્ટરશ્રીએ ભૂતકાળની સ્થિતિ યાદ કરતા જણાવ્યું હતું કે, આજથી ૨૦ વર્ષ કે ૯૦ના દાયકામાં ૪૦%થી વધુ બાળકો શાળાએ જતા નહોતા અને નામાંકન દર ખૂબ નીચો હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી’ યોજનાના સતત ૨૦ વર્ષના પ્રયાસોનું આ પરિણામ છે કે આજે રાજ્યમાં ૯૯.૯% જેટલું એટલે કે લગભગ ૧૦૦% નામાંકન શક્ય બન્યું છે. આ સિદ્ધિમાં સરકારની મહેનતની સાથે વાલીઓ અને સમગ્ર સમાજનો પણ મોટો ફાળો રહ્યો છે.

૧૦૦% નામાંકન બાદ પણ રહેલા પડકારો વિશે વાત કરતા કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, આઠમા ધોરણ પછી સામાજિક અને આર્થિક કારણોસર બાળકોમાં ડ્રોપઆઉટ થવાનું પ્રમાણ જોવા મળે છે. આ ડ્રોપઆઉટ ઘટાડવા અને શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ પહેલાં સમગ્ર રાજ્યમાં ‘બેક ટુ સ્કૂલ’ મુહિમ ચલાવવામાં આવી હતી. આણંદ જિલ્લામાં આ ‘બેક ટુ સ્કૂલ’ કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા મળી છે અને અનેક બાળકોને ફરી શાળા તરફ વાળી શકાયા છે.

શિક્ષણની સાથે સામાજિક ઉત્તરદાયિત્વનો ઉલ્લેખ કરતાં તેમણે ‘નશા મુક્ત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરવા સર્વેને સાથે મળીને પ્રયાસ કરવા આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ જિલ્લાના દાતાઓનો આભાર માનતા ખુશી વ્યક્ત કરી હતી કે છેલ્લા ત્રણ વર્ષથી આણંદ જિલ્લો શાળા પ્રવેશોત્સવ દરમિયાન દાન આપવાની બાબતમાં સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યો છે.

જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ શૈક્ષણિક પ્રગતિ દ્વારા ‘વિકસિત ભારતનો સંકલ્પ’ સિદ્ધ કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે દરેક નાગરિકના મનમાં દેશના વિકાસ માટેની ભાવના જગાડીને આ સંકલ્પ પૂરો કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવા સૌને અનુરોધ કર્યો હતો.

આ તકે તેમણે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીને શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ તથા વર્તમાન પડકારો અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ શ્રી જીલુભા સિંધા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ શ્રી અર્ચનાબેન પ્રજાપતિ અને તેજેન્દ્રસિંહ સોલંકી, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉદાર હાથે દાન આપનાર દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદની ડી.એન. હાઈસ્કૂલ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ વંચિત જૂથના બાળકોનો સન્માન કાર્યક્રમ યોજાયો