અખબારી યાદી
પ્રકાશિત તારીખ : 21/09/2026
બોરસદમાં ૧૦,૦૦૦થી વધુ મહિલાઓએ ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
બોરસદના સૂર્યમંદિર ખાતે માતૃશક્તિનો મહાકુંભ: ૧૦ હજાર દીવડાઓના પ્રકાશથી ગુંજી ઉઠ્યું બોરસદ
રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે બોરસદની બહેનોએ પ્રગટાવ્યો ‘આશીર્વાદનો દીવો’, વડાપ્રધાનના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના
બોરસદમાં માતૃશક્તિના અભૂતપૂર્વ ઉત્સાહ અને ભક્તિમય માહોલ વચ્ચે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક અવસરે બોરસદના પવિત્ર સૂર્યમંદિર ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦,૦૦૦થી વધુ બહેનોએ એકત્ર થઈને એકસાથે દીવડા પ્રગટાવી વડાપ્રધાનશ્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવાની સાથે તેમના સુખદ અને મંગલમય જીવનની કામના કરી હતી.
આ કાર્યક્રમમાં સંજયભાઈ પટેલ, વર્ષાબેન દોશી અને બોરસદ નગરપાલિકાના પ્રમુખ સહિતના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પાવન પ્રસંગે ઉપસ્થિત માતૃશક્તિએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને તેમના નેતૃત્વમાં ભારતની અવિરત રાષ્ટ્રસેવા ચાલુ રહે તે માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. ૧૦ હજારથી વધુ દીવડાઓના પ્રકાશથી સમગ્ર પરિસર ઝળહળી ઉઠ્યું હતું, જે માત્ર પ્રકાશનો ઉત્સવ નહીં પરંતુ જનતાના અતૂટ વિશ્વાસ અને આશીર્વાદનું પ્રતિક બની રહ્યો હતો.
બોરસદના સૂર્યમંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમે એક નવો ઇતિહાસ રચ્યો છે. અહીં પ્રગટાવવામાં આવેલો દરેક દીપ લાગણી, આશીર્વાદ અને રાષ્ટ્રસેવાના સંકલ્પને ઉજાગર કરતો હતો. મહિલાઓએ એકઠા થઈને જે પ્રકારે આશીર્વાદનો આ મહાકુંભ રચ્યો, તે વડાપ્રધાન પ્રત્યેના જન-જનના સ્નેહ અને આદરને પ્રદર્શિત કરે છે. ઉપસ્થિત અગ્રણીઓએ આ તકે જણાવ્યું હતું કે, સેવા હી સંગઠન અને રાષ્ટ્રસેવા હી સંકલ્પના મંત્ર સાથે આ યાત્રા જન-જનના આશીર્વાદથી સતત આગળ વધતી રહેશે.
આ કાર્યક્રમમાં માતૃશક્તિનો અખૂટ સ્નેહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. ૧૦ હજારથી વધુ બહેનોની સહભાગીદારી સાથેનો આ કાર્યક્રમ સેવા અને સમર્પણની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલો આ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ માત્ર બોરસદ પૂરતો મર્યાદિત ન રહેતા, સમગ્ર આણંદ જિલ્લામાં પ્રેરણાના દીપ સમાન બની રહ્યો છે.

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી