બંધ

તા. 31 ઓગસ્ટ ના રોજ આણંદમાં ₹૨.૦૦ કરોડના ખર્ચે બનનાર અર્બન-PHC બિલ્ડીંગનું મેયર શ્રીમતી દિપીકાબેન પટેલના હસ્તે ભૂમિપૂજન યોજાશે

પ્રકાશિત તારીખ : 31/08/2026

કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “SJMMSVY” યોજના અંતર્ગત થશે નિર્માણ

આણંદ, શનિવાર, કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારશ્રીની “SJMMSVY” આંતરમાળખાકીય સુવિધા યોજના અંતર્ગત કન્સ્ટ્રક્શન ઓફ અર્બન-PHC બિલ્ડીંગના રૂ. ૨.૦૦ કરોડના વિકાસકામનું ભૂમિપૂજન તારીખ ૩૧.૦૮.૨૦૨૬, સોમવાrર, સમય: સવારે ૧૦:૦૦ કલાકે, ટીપી-૩, શીખોડ પાણીની ટાંકી પાસે, આણંદ ખાતે આ કાર્યક્રમ યોજાશે.

​આ ભૂમિપૂજન વિધિ  મેયર શ્રીમતી દિપીકાબેન પટેલના વરદ્ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઈ પટેલ તથા આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મયુરભાઈ સુથાર તેમજ બાંધકામ કમિટીના ચેરમેન શ્રી નિશિત પટેલ (બુધાજી) હાજર રહેશે.

​કરમસદ આણંદ મહાનગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા આ ખાતમુહૂર્ત પ્રસંગે નાગરિકોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.