કરમસદ આણંદ મનપા વિસ્તારમાં 45 ઉપરાંત ટીમો કામે લાગી
પ્રકાશિત તારીખ : 27/07/2026
દવાનો છંટકાવ, ફોગીગ સહિતની આરોગ્ય લક્ષી કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદે વિરામ લેતા સઘન સફાઈ ઝુંબેશ અને આરોગ્ય વિષયક કામગીરી ઝડપી બનાવાઈ
આણંદ, રવિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર મનપા વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે મોટા પાયે સફાઈ અને આરોગ્ય લક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ વધુ પ્રભાવિત વિસ્તારમાં 45 જેટલી ટીમ દ્વારા મનપા વિસ્તારમાં ગેમેક્સિન તથા બ્લીચિંગ પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત મહાનગરપાલિકાના ક્ષેત્રિય સ્તરે આરોગ્ય ટીમોને મેદાનમાં ઉતારીને ઘરે-ઘરે સર્વે, દવાનો છંટકાવ અને જનજાગૃતિની કામગીરી સઘન બનાવવામાં આવી છે.
સમગ્ર મહાનગર પાલિકા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે કુલ 162 સ્થળોએ ક્લોરીનની તપાસ કરવામાં આવી, જેમાંથી 102 સેમ્પલ પોઝિટિવ મળ્યા છે. નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે 300 ક્લોરીન ટેબલેટ અને 48 ORS ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ સર્વે દરમિયાન ઝાડાના 16, શરદી-ખાંસીના 45 અને તાવના 31 દર્દીઓ મળી આવ્યા હતા.
આરોગ્ય સુરક્ષાના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા કુલ 10 આરોગ્ય કેમ્પનું આયોજન કરીને 310 દર્દીઓને સ્થળ પર જ સારવાર પૂરી પાડવામાં આવી છે અને 340 લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું છે.
વાહકજન્ય રોગો જેવા કે મલેરિયા અને ડેન્ગ્યુના અટકાયતી પગલાંરૂપે આરોગ્ય ટીમો દ્વારા કુલ 530 ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન તપાસવામાં આવેલા 1220 પાત્રોમાંથી 54 પાત્રોમાં પોરા (લાર્વા) જોવા મળતા તેનો તુરંત નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, મચ્છરના ઉપદ્રવને રોકવા માટે 15 ખાબોચિયામાં ડાયફ્લુરોબેન્ઝ્યુરોનનો છંટકાવ, 17 સ્થળોએ મલેરિયા ઓઈલનો ઉપયોગ અને 150 ઘરો તથા આસપાસના વિસ્તારોમાં ફોગિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ડોક્ટર રાજેશ પટેલ એ વધુમાં જણાવ્યું છે કે હાલ વરસાદી વાતાવરણમાં નગરજનો પાણી ઉકાળીને અથવા કલોરીન વાળુ પીવામાં ઉપયોગ કરે, ધરની આસપાસ સ્વચ્છતા રાખે જેથી માખી મચ્છર નો ઉપદ્રવ ન થાય તો બિમારીથી બચી શકાય છે.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દે અને આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. ચોમાસાની આ ઋતુમાં નાગરિકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે તે માટે મહાનગરપાલિકાનું આરોગ્ય અને સફાઈ તંત્ર ચોવીસે કલાક કાર્યરત છે.

કરમસદ આણંદ મનપા વિસ્તારમાં 45 ઉપરાંત ટીમો કામે લાગી

કરમસદ આણંદ મનપા વિસ્તારમાં 45 ઉપરાંત ટીમો કામે લાગી

કરમસદ આણંદ મનપા વિસ્તારમાં 45 ઉપરાંત ટીમો કામે લાગી

કરમસદ આણંદ મનપા વિસ્તારમાં 45 ઉપરાંત ટીમો કામે લાગી

કરમસદ આણંદ મનપા વિસ્તારમાં 45 ઉપરાંત ટીમો કામે લાગી

કરમસદ આણંદ મનપા વિસ્તારમાં 45 ઉપરાંત ટીમો કામે લાગી

કરમસદ આણંદ મનપા વિસ્તારમાં 45 ઉપરાંત ટીમો કામે લાગી