કરમસદ–આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કાનોડ તળાવનું વરસાદી પાણી ખંભાત તરફ જતા કાસ (નાળા) માં ટ્રાન્સફર કરવામાં આવ્યું
પ્રકાશિત તારીખ : 27/07/2026
આસપાસના રહીશોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત
આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના નગરજનોને ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી એ ભરાવાથી કોઈ પણ જાતની મુશ્કેલી કે તકલીફ ન પડે તે હેતુથી કરમસદ–આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા પૂર્વસૂચિત અને તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે.
કરમસદ–આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કાનોડ તળાવમાં શહેરની સ્ટોર્મ વોટર લાઇન મારફતે આશરે ૫૦ ટકા જેટલું વરસાદી પાણી એકત્રિત થતું હોય છે. ભારે વરસાદની સ્થિતિમાં આ તળાવ ઓવરફ્લો થવાની શક્યતા ઊભી થાય છે, જેથી આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ શકે છે.
આ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે મનપા તંત્ર દ્વારા સહેજ પણ વિલંબ કર્યા વિના યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ માં તળાવ પર વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવ્યું છે જેમાં ૫૦ એચપી ના બે પંપ આવેલ છે, તેમજ તળાવનું વધારાનું પાણી ઝડપથી બહાર કાઢી શકાય તે માટે ૧૨૫ HP અને ૧૦ HP – મેન્યુઅલી ડીઝલ પંપ ની ઉચ્ચ ક્ષમતા ધરાવતી મોટરો સ્થાપિત કરવામાં આવી છે.
આ મોટરોની મદદથી તળાવમાંથી ઓવરફ્લો થતું પાણી ખંભાત તરફ જતા કાસ (નાળા) માં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે, જેથી આસપાસના રહીશોને પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.
મહાનગર પાલિકા વિસ્તારના દરેક નાગરિકને વરસાદી માહોલમાં સુરક્ષિત રાખવા અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે કરમસદ–આણંદ મહાનગરપાલિકા સતત સતર્ક, સક્રિય અને પ્રતિબદ્ધ રહીને કામગીરી કરી રહી છે.