બંધ

પુર નિયંત્રણ

પ્રકાશિત તારીખ : 24/07/2026

સાબરમતી નદીમાંથી છોડવામાં આવી રહેલ પાણી ના કારણે તારાપુર તાલુકાના ૧૧ ગામ અને ખંભાત તાલુકાના ૦૨ ગામોને સાવધ કરાયા

આણંદ, ગુરુવાર, સાબરમતી નદીમાંથી છોડવામાં આવી રહેલ પાણીના કારણે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગાલિયાણા, રીંઝા, ખડા, મિલરામપુર, ચિતરવાડા, દુગારી, નભોઈ, મોટા કાલોદરા, ફતેહપુર, પચેગામ અને કસબારા ઉપરાંત ખંભાત તાલુકાના ગોલાણા અને પાંદડ ગામના રહિશોને નદીના પટમાં ન જવા કે નીચાણવાળા વિસ્તારોમાંથી ખસી જવા માટે તથા સાવચેતી રાખવા આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.