બંધ

આણંદ જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખ અને સમયમાં ફેરફાર: હવે ૨૨મી જુલાઈએ બપોરે 3:30 કલાકે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ

પ્રકાશિત તારીખ : 15/07/2026

આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના નિવારણ માટે યોજાતા જુલાઈ માસના ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ની તારીખ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ તારીખ 23 જુલાઈના રોજ સવારે 11:00 કલાકે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાનાર હતો હવે જેના બદલે જુલાઈ માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ આગામી તારીખ ૨૨/૦૭/૨૦૨૬ ને બુધવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે કલેકટર કચેરી, આણંદ ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આથી, જુલાઈ માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જે અરજદારોએ પોતાના પ્રશ્નો અગાઉથી રજૂ કરેલ હોય, તે તમામ સંબંધિત અરજદારોને હવે નવી નક્કી થયેલી તારીખ ૨૨ જુલાઈ ૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે કલેકટર કચેરી, આણંદ ખાતે  ઉપસ્થિત રહેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.