બંધ

આણંદ ખાતે તા.૧૮ જુલાઈના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે

પ્રકાશિત તારીખ : 09/07/2026

આણંદ, બુધવાર , જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૧૮ જુલાઈ, ૨૦૨૬ના શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે કલેક્ટર કચેરી, આણંદ ખાતેના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે.

ઉકત સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ તરત જ સંકલન સમિતિ ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓએ પોતાની કચેરી ખાતેથી તેમજ તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓએ સબંધિત પ્રાંત/મામલતદાર કચેરી ખાતેથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી બેઠકમાં જોડાવાનું રહેશે તેમ આણંદના નિવાસી અધિક કલેકટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.