આણંદ ખાતે ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ (PM-VBRY) અંતર્ગત પ્રોત્સાહન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત તારીખ : 22/06/2026
રાજ્ય મહેસૂલ મંત્રીશ્રી સંજયસિંહ મહીડાની વિશેષ ઉપસ્થિતિમાં વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે યોજાયો પ્રાદેશિક કક્ષાનો કાર્યક્રમ
આણંદ, શનિવાર, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની EPFO ક્ષેત્રીય કચેરી, વટવા દ્વારા આણંદના વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત જી.આઈ.ડી.સી.ના એલીકોન હોલ ખાતેગુજરાત સરકારના મહેસૂલ રાજ્ય મંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડાના મુખ્ય મહેમાનપદે ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ (PM-VBRY) અંતર્ગત પ્રાદેશિક કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે રૂપિયા ૨૪૦૦ કરોડની પ્રોત્સાહન સહાય (Incentive Disbursement) સીધા વિતરણ કરવાના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ (Live Streaming) કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત મહાનુભાવો અને ઉપસ્થિત લાભાર્થીઓએ નિહાળ્યું હતું. તેમજ આ તકે આણંદ અને ખેડા જિલ્લાના લાભાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રીશ્રી સંજયસિંહ મહીડાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સફળતા માત્ર કલ્પનાથી નહીં પણ પરિશ્રમથી મળે છે. આ જ ભાવના સાથે ભારત વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. વિકસિત ભારતનું સપનું ચાર મજબૂત સ્તંભો પર આધારિત છે, જેને વડાપ્રધાનશ્રીએ ‘GYAN’ (G-ગરીબ, Y-યુવા, A-અન્નદાતા, N-નારી શક્તિ) તરીકે ઓળખાવ્યું છે. જ્યારે ગરીબ સશક્ત બને, યુવાનોને રોજગાર મળે, ખેડૂત સમૃદ્ધ થાય અને નારી શક્તિ આગળ વધે, ત્યારે જ સમગ્ર સમાજ અને દેશ પ્રગતિ કરે છે. રોજગાર એ માત્ર આવકનું સાધન નથી, પણ તે આત્મવિશ્વાસ, ગૌરવ અને પરિવારને સુરક્ષા આપતું રાષ્ટ્ર નિર્માણનું શક્તિશાળી સાધન છે.
મંત્રીશ્રીએ EPFO વિશે વાત કરતાં જણાવ્યું હતું કે EPFO એ વિશ્વની સૌથી મોટી સામાજિક સુરક્ષા સંસ્થા છે, જે લાખો પરિવારોના ભવિષ્યની સુરક્ષા કરે છે. EPFO પ્રાદેશિક કચેરી, વટવા (ગુજરાત) પણ ઔદ્યોગિક વિસ્તારમાં સામાજિક સુરક્ષા પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે. આ કચેરી હેઠળ અમદાવાદના વિસ્તારો ઉપરાંત આણંદ, ખેડા, ભાવનગર, અમરેલી અને બોટાદ જેવા પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે. હાલમાં વટવા કચેરી દ્વારા અંદાજે ચાર લાખ યોગદાન આપતા સભ્યોને સામાજિક સુરક્ષા અને ૨૧,૦૦૦ પેન્શનધારકોને પેન્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે, જે લાખો પરિવારોના વિશ્વાસનું પ્રતિબિંબ છે.
મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શ્રમ કલ્યાણ અને રોજગાર ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિઓ હાસલ થઈ છે તેમ.જણાવી યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), ઈ-શ્રમ પોર્ટલ, પીએમ શ્રમયોગી માનધન યોજના અને ડિજિટલ ક્લેમ સેટલમેન્ટ જેવા પગલાં નવા ભારતની ઓળખ બન્યા હોવાનું કહ્યું હતું. તેમણે કેન્દ્રીય શ્રમ કાયદાઓને એકીકૃત કરીને ચાર લેબર કોડ રજૂ કરાયા છે. જેના ભાગરૂપે ‘કોડ ઓફ સોશિયલ સિક્યુરિટી’ (સામાજિક સુરક્ષા સંહિતા) નો અમલ શરૂ થયો છે, જેથી સંગઠિત તેમજ અસંગઠિત ક્ષેત્રના કામદારો, ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સ, કરાર આધારિત અને સ્વરોજગારી મેળવતા લાખો શ્રમિકોને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ ગુજરાત એ મહાત્મા ગાંધી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેવા દૂરંદેશી નેતાઓની ભૂમિ છે. ગુજરાતની ઓળખ માત્ર સપના જોવાની નથી, પણ સપનાને સિદ્ધિમાં બદલવાની છે. આવનાર બે દાયકા ભારતના છે અને વિશ્વ આપણી તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. વધુમાં તેમણે સૌને સાથે મળીને વધુ રોજગાર સર્જવાનો, વધુ યુવાનોને તક આપવાનો અને વિકસિત ભારત ૨૦૪૭ના સપનાને સાકાર કરવાનો સંકલ્પ લેવા સૌને અનુરોધ કર્યો હતો અને તમામ લાભાર્થીઓને અભિવાદન અને નોકરીદાતાઓ તથા EPFO વટવાની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
વટવાની ક્ષેત્રીય કચેરીના રીજીયોનલ પી.એફ. કમિશનરશ્રી યોગેન્દ્ર સિંહ શેખાવત, અગ્રણીશ્રી હેમલભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, EPFO ના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગો માં ફરજ બજાવતા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.