બંધ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , ૨૧ મી જૂન

પ્રકાશિત તારીખ : 16/06/2026

આણંદ જિલ્લામાં જિલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાશે

શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની થશે ઉજવણી

આણંદ, સોમવાર , વિશ્વભરમાં પ્રતિ વર્ષ તા. ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આગામી તા. ૨૧ મી જૂનને રવિવારના રોજ આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અંગે આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.

આગામી તા.૨૧ જૂનના રોજ સવારના ૫-૪૫ કલાક થી ૮-૦૦ કલાક દરમિયાન શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.  જેને ધ્યાને લઈ જિલ્લા કલેકટરશ્રીએ સબંધિત વિભાગના અધિકારીઓને જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે કરવાની થતી તૈયારીઓ અંગે સુચારૂ કામગીરી કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. જેમાં કાર્યક્રમ સ્થળે સ્વચ્છતા, પીવાના પાણી,  બેઠક વ્યવસ્થા તેમજ આરોગ્યલક્ષી બાબતો અંગે આનુષંગિક વ્યવસ્થા જળવાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચનાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

આણંદ જિલ્લામાં યોજાનાર આ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓની સાથે આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી થવા જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, મ્યુનિસિપલ કમિશનરશ્રી આર.એન.ડોડીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટરશ્રી લલીતકુમાર પટેલ, અધિક કલેક્ટરશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.વી.દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી સહિત જિલ્લા કક્ષાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમામ તાલુકા કક્ષાએથી અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ માધ્યમે બેઠકમાં જોડાયા હતા.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , ૨૧ મી જૂન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , ૨૧ મી જૂન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , ૨૧ મી જૂન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , ૨૧ મી જૂન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , ૨૧ મી જૂન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , ૨૧ મી જૂન

 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , ૨૧ મી જૂન