બંધ

આણંદ જિલ્લાના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં પ્રવેશ કરવા તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ

પ્રકાશિત તારીખ : 16/06/2026

આણંદ, સોમવાર , આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના હદ વિસ્તારમાં આવતા સામેલ યાદી મુજબના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં કોઇપણ વ્યક્તિ/ વ્યક્તિ સમૂહો/ પ્રવાસીઓના પ્રવેશ કરવા પર તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.          

આ હુકમ તા.૨૮/૦૬/૨૦૨૬ સુધી આણંદ જીલ્લાના હદ વિસ્તારમાં આવતા સામેલ યાદી મુજબના તમામ નદી, તળાવ, નહેર, દરિયા, જળાશયો સહિતના વિસ્તારમાં અમલમાં રહેશે. તેમજ આ હુકમનો ભંગ કરનાર અથવા તે માટે મદદ કરનાર શિક્ષાને પાત્ર થશે.