બંધ

આણંદ જિલ્લાના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સઘન કામગીરી કરાઈ

પ્રકાશિત તારીખ : 08/04/2026

જિલ્લાના ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની ચકાસણી મુદ્રાકન કરી કુલ રૂ. ૬૨ લાખથી વધુની ચકાસણી ફિ વસુલ કરાઈ

આણંદ , મંગળવાર , આણંદ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન તંત્રના મદદનીશ નિયંત્રકશ્રીએ એક યાદીમાં જણાવ્યા મુજબ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર આણંદ દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની ચકાસણી મુદ્રાકન કરી કુલ રૂપિયા ૬૨,૩૯,૯૦૫/- ની ચકાસણી ફિ વસુલ કરવામાં આવી છે.

તેમજ જિલ્લાના ૧૨૩૧ જેટલા વેપારી એકમોની ઓચિંતી મુલાકાત લઈ ૨૩૪ વેપારીઓ સામે ધી લિગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ ના કાયદા / નિયમ ભંગ સબબ કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૂપિયા ૧૦,૫૮,૩૦૦/- ની દંડનિય કાર્યવાહી કરવામાં આવી છે. જે પૈકી વજન માપના સાધનોને લગત ૨૦૨ પ્રો. કેસ કરી રૂપિયા ૨,૦૪,૩૦૦/- માંડવાળ ફિ જ્યારે પેકેઝડ કોમોડીટીને લગત ૩૨ પ્રો. કેસ કરી રૂપિયા ૫,૩૪,૦૦૦/- માંડવાળ ફિ વસુલ કરવામાં આવી છે. આમ કુલ ૨૩૪ કેસ કરી કુલ રૂપિયા ૭,૩૮,૩૦૦/- વસુલાત કરેલ હતી. જ્યારે ૦૨ એકમો સામે રૂપિયા ૩,૨૦,૦૦૦/- ની દંડનિય કાર્યવાહિ કોર્ટ મારફત વસુલ કરવા કામગીરી શરુ કરવામાં આવી છે.

વધુમાં જણાવ્યા અનુસાર વજનમાં ઓછું આપવું, વજન માપ સાધનો ચકાસણી-મુદ્રાંકન નહી કરાવવા, પૈકીંગ ઉપર છાપેલ કિંમતમાં ચેક-ચાક કરવી તથા પેકીંગ આઈટમો માટે જરૂરી નોંધણી નહી કરાવવી, પેકીંગમાં સામાન વેચતા વેપારીઓ દ્વારા વજન કાંટો નહી રાખવો તથા ઈલેક્ટ્રોનિક વજન-કાંટો રાખતા વેપારીઓ દ્વારા ગ્રાહકોને ટેસ્ટીંગ માટે જરૂરી ટેસ્ટીંગ વજન નહી રાખવા સહિતના ગૂન્હા શામેલ છે.

આણંદ જિલ્લાના ગ્રાહકોને વિનંતી કે આપને ઉક્ત પ્રકારની ગેરરિતી માલુમ પડે તો કચેરીના ઈ-મેઈલ આઈ.ડી. aclm-and@gujarat.gov.in ઉપર અથવા ટોલ ફ્રી નં ૧૮૦૦-૨૩૩-૦૨૨૨/ ૧૪૪૩૭ કે ૧૯૧૫ અથવા જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે આણંદ ખાતે કચેરીનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.