બંધ

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬

પ્રકાશિત તારીખ : 23/03/2026

આચારસંહિતા અમલમાં આવતાં જ જાહેર અને ખાનગી મિલકતો પરથી પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ.

આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે બેનર્સ અને પોસ્ટર્સ મળી કુલ ૩૨૯ જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ

આણંદ, શુક્રવાર  ભારતીય ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આણંદ જિલ્લામાં પણ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં આચારસંહિતાના અમલની સાથે જ સબંધતી વિસ્તારમાંથી જાહેર અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાંથી કુલ ૩૨૯ જેટલી પ્રચારાત્મક સામગ્રી જાહેર અને ખાનગી મિલકતો પરથી હટાવી દેવામાં આવી છે.

આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાંથી જાહેર મિલકતો પરથી ૪૯ ભીંત લખાણ, ૧૨૩ પોસ્ટર અને ૭૬ બેનર મળી કુલ ૨૪૮ જેટલી પ્રચારાત્મક સામગ્રી તથા ખાનગી મિલકતો પરથી ૩૯ પોસ્ટર, ૩૫ બેનર્સ અને ૦૭ અન્ય સામગ્રી મળી કુલ ૮૧ જેટલી પ્રચારાત્મક સામગ્રીઓને દૂર કરવામાં આવ્યા હોવાનું એમ.સી.સી. ના નોડલ અધિકારી અને આણંદ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવાયુ છે.