દર મંગળવારે બોરસદ ચોકડી પાસેના કૃષિ કેન્દ્ર ખાતે બપોરના 3-00 થી 6-00 કલાક દરમિયાન પ્રાકૃતિક ખેત પેદાશો મળશે
પ્રકાશિત તારીખ : 11/03/2026
આણંદ, સોમવાર: આણંદ જિલ્લાના નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો મળી રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્મા, આણંદના સહયોગથી બોરસદ ચોકડી પાસેના એટીક ભવન ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે.
આ કેન્દ્ર ઉપર દર મંગળવારે બપોરે 3-00 થી 6-00 કલાક દરમિયાન આણંદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવશે.
આણંદ જિલ્લાના નગરજનોએ પ્રાકૃતિક કૃષિ આધારિત શાકભાજી અને કઠોળની ખેડૂતો પાસેથી સીધી જ ખરીદી કરવા આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જી.સી. ભાલોડીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.