કરમસદ-આણંદ ફાયર બ્રિગેડ દ્વારા વડોદ પ્રાથમિક કુમાર શાળા ખાતે ‘ફાયર અવેરનેસ’ ટ્રેનિંગ યોજાઈ
પ્રકાશિત તારીખ : 11/02/2026
આણંદ, મંગળવાર: વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આગ સામે સુરક્ષા અને સાવચેતી અંગે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી તારીખ 10/02/2026 ના રોજ પ્રાથમિક કુમાર શાળા, વડોદ ખાતે કરમસદ-આણંદ ફાયર બ્રિગેડ દ્વારા એક વિશેષ ફાયર અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ તાલીમ શિબિર સંપન્ન થઈ હતી. જેમાં ફાયર વિભાગની ટીમમાંથી સબ ફાયર ઓફિસર વિશાલ સિંહ ડોડ, ફાયર ડ્રાઈવર હર્ષિલ પટેલ અને ફાયરમેન કૃષ્ણરાજ સિંહ રાઓલજી દ્વારા શાળાના કુલ 355 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકોને આગ સામે રક્ષણ મેળવવાના વિવિધ ઉપાયો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.
આ તકે ફાયર બ્રિગેડ દ્વારા આકસ્મિક ઘટનાઓ સમયે કરવામાં આવતી કામગીરી અને બચાવ કાર્યની પદ્ધતિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. તેમજ શાળામાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર અગ્નિશામક યંત્ર (Fire Extinguisher) નો કટોકટીના સમયે કેવી રીતે ઉપયોગ કરવો તેનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. સુરક્ષા માર્ગદર્શન: આગ લાગે ત્યારે ગભરાયા વગર કયા પગલાં લેવા જોઈએ તેની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કરમસદ-આણંદ ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર વિસ્તારની તમામ શાળાઓમાં આ પ્રકારે ટ્રેનિંગ આપીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.