બંધ

આણંદ જિલ્લા મહિલા સહાયતા કેન્દ્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંકલનથી કિશોરીનુ ઘરમા થયું પુનઃસ્થાપન

પ્રકાશિત તારીખ : 21/01/2026

આણંદ, બુધવાર: આણંદ જિલ્લાના એક ગામના વતની એવા બહેન કે જેમના લગ્ન આશરે ૧૫ વર્ષ અગાઉ અમદાવાદ મુકામે થયેલ હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. થોડા સમય બાદ પતિનુ અવસાન થતા બહેન બાળકી સાથે પિયર મુકામે આવી ગયા હતા. ત્યાર બાદ થોડા સમય બાદ ગંગા સ્વરૂપા બહેનએ પુનઃલગ્ન કર્યા હતા. જેમા બાળકો ને પોતાના પિયર મુકામે મુકીને  ગયા હતા. બાળકો ૧૪ થી ૧૫ વર્ષ સુધી મામા મામી અને નાનીમા સાથે મોટા થયા.

છેલ્લા બે ત્રણ વર્ષ અગાઉ સાસરીવાળા દીકરાને અમદાવાદ પિયર લઇ ગયેલ અને દીકરીને મામા મામી અને નાની પાસે જ મુકી ગયેલ, દીકરી જેમ મોટી થાય તેમ તેમ નાની ને દીકરીની ચિંતા હેરાન કરવા લાગી અને દીકરી એના ઘરે સ્થિત થઈ જાય એવી આશા રાખતા હતા પરંતુ સામાવાળા કંઇ જવાબ આપતા નહિ.

જેથી તેઓ આણંદ ટાઉન પોલીસ સટેશન ખાતે કાર્યરત મહિલા અને બાળ વિભાગ દ્વારા સંચાલિત મહિલા સહાયતા કેન્દ્ર આણંદ ખાતે આવેલ જેઓએ તેમનો દીકરીની દીકરી માટેની આ વ્યથા જણાવેલ. મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર શબનમ ખલીફા દ્વારા તેમને સમજાવવામાં આવેલ. દીકરીની વય પુખ્ત ન હોઇ નાનીમા ની અરજી લીધેલ અને સામાવાળાઓને બોલાવવામાં આવેલ. બન્ને પક્ષો સાથે બાળકોને લઇને સંવેદનશીલ કરેલ. જેમા નાની દાદી મામા મામી મોટાપપ્પા મોટા મમ્મી ફોઇ અને ઘરના અન્ય સભ્યો પણ હાજર રહેલ. કાઉન્સેલર દ્વારા દીકરીની પુખ્ત વય ન હોઇ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મનીષાબેન જેઠવાની કાઉન્સેલિંગ દરમિયાન મદદ લેવામાં આવેલ. જેઓ દ્વારા બન્ને ભાઇ બહેન કે જેઓ હજી નાની વયના છે તેઓને એકલામાં બેસાડી શાંતિ થી ઘરના અન્ય સભ્યો સાથે કેવી રીતે રહેવુ તેમજ અન્ય પરિવાર બહારના લોકોની વાતોમા આવી જઇને કંઈ ખોટા ઝઘડા મા ન પડવા સમજ આપેલ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કરીયર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

બાળકોની જવાબદારી માટે તથા જે ઘર સુખી સંપન્ન હોઇ અને બાળકોની સારી દેખભાળ રાખી શકે તેવા કુટુંબ તરીકે બાળકોના દાદીને કાઉન્સેલિંગ દ્વારા સમજાવી તેમની જવાબદારી પ્રત્યે સંવેદનશીલ કર્યા. આના પરિણામ સ્વરૂપે બાળકોના ભવિષ્યને ધ્યાનમા રાખીને દાદી બંને બાળકોને પોતાના સાથે રાખવા તૈયાર થયા. સાથે જ પાલક માતા પિતાને પણ બાળકોની સારી દેખભાળ માટે સહાય મળે તેવો સંપર્ક કરાવી સુલેહ ભર્યું સમાધાન કરાવેલ. જે બાળક તેના માતાની પરિસ્થિતિ સમજી ન શકતા તેનુ કાઉન્સેલિંગ કરી માતા અને બાળકો વચ્ચે સહાનભુતિના સંબંધો વિકસે તેવુ વાતાવરણ ઉભુ કરી એક બીજાને સમજી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરેલ. જેથી જે બાળક માતા સાથે વાતચીત કરવા તૈયાર ન હતુ એ સમાધાનના અંતે માતાને ગળે મળીને ભાવુક થઇ ગયેલ અને તેમને પગે લાગીને બંને બાળકો દાદી સાથે રહેવા તૈયાર થઇ ગયા હતા.

આમ, આણંદના પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંકલનથી દીકરીને તેના પરિવારમા પુનઃસ્થાપન કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

 

આણંદ જિલ્લા મહિલા સહાયતા કેન્દ્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંકલનથી કિશોરીનુ ઘરમા થયું પુનઃસ્થાપન