ગંભીરા બ્રિજની કામગીરીમાં ઈજા પામેલ મજૂર અમદાવાદ ખાતે સારવાર હેઠળ : તબિયત હાલ સુધારા હેઠળ
પ્રકાશિત તારીખ : 21/01/2026
બ્રીજની કન્સ્ટ્રક્શનની કામગીરી જરૂરી સેફટી સાથે જ કરવામાં આવે છે
વડોદરા માર્ગ અને મકાન રાજ્ય વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે કે
ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ છે તે હાલ ગંભીરા બ્રિજ પર પુલની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. હાલમાં આ બ્રિજ માં અંદાજિત ૩૦૦ થી ૩૫૦ મજૂરો કામગીરી કરી રહેલ છે. એક મજૂર સેફટી સાધન પહેરીને પિયરની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન સેફ્ટી બેલ્ટનો હુક યોગ્ય સ્થળે ન લગાવતા કામગીરી દરમિયાન અકસ્માતથી લપસીને નીચે પડેલ ગયેલ હતો.
આ દરમિયાન ઇજારદારના મેનેજર ચાર્મીલભાઈ તથા જીગરભાઈ સ્થળ પર હાજર હતા. આ ઘટનાને કારણે મજુરને કમરના ભાગમાં તથા પગના ભાગમાં ફેકચરની ઈજા થવા પામેલ છે. ઇજરદાર દ્વારા તે વ્યક્તિને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં જરૂરી સારવાર અર્થે ખસેડેલ હતો. હાલ તે મજૂર અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એમ વડોદરા માર્ગ અને મકાન રાજ્ય વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં સ્પષ્ટતા કરતા જણાવાયુ છે કે, ઇજારદારશ્રી દ્વારા નિયમ અનુસાર સદર મજૂરનું બજાજ ઇન્સ્યોરન્સમાં પોલિસી લીધેલ છે. તે અંતર્ગત મજુરની સારવાર આવરી લેવામાં આવેલ છે. જેથી સદર ઘટનાને કારણે મજૂરના કુટુંબીજનો પર વધારાનો નાણાકીય બોજ પડેલ નથી. હાલ મજુર ની સારવાર દરમિયાન ઇજારદાર નો ૧ વ્યક્તિ હોસ્પિટલમાં મજૂર ની સાથે સાર સંભાળ માટે રાખેલ છે. ઈજા પામેલ મજુરની તબિયત હાલમા સુધારા હેઠળ છે. સદર બ્રીજની કન્સ્ટ્રક્શનની કામગીરી જરૂરી સેફટી સાથે જ કરવામાં આવે છે તેમ વધુમાં જણાવ્યું છે.