આણંદ કપાસિયા બજાર ખાતે આવેલ ૫૦ મીટર આરસીસી રોડ કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે ફરીથી બનાવશે
પ્રકાશિત તારીખ : 04/12/2025
આણંદ, ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના સમયમાં લોટીયા ભાગોળ કપાસિયા બજાર વિસ્તારમાં આરસીસી રોડ રવિરાજ કન્સ્ટ્રક્શન પાસે બનાવવામાં આવ્યો હતો.
પરંતુ આ રોડ બનાવ્યા ના તુરંત જ આસપાસના રહીશો દ્વારા અવરજવર ચાલુ કરતા રોડ નું મજબૂતીકરણ થયું ન હતું. જે ધ્યાને આવતા કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના મુજબ અંદાજિત 50 મીટર જેટલો આરસીસી રોડ લોટીયા ભાગોળ વિસ્તારમાં રવિરાજ કન્સ્ટ્રકશન્સ કંપની દ્વારા ફરીથી બનાવવામાં આવી રહ્યો છે જે ખર્ચ કોન્ટ્રાક્ટર પોતે ભોગવશે.
આ નવો બનાવવામાં આવેલ રોડ ઉપરથી આજુબાજુના રહીશો રોડનું મજબૂતીકરણ ન થાય ત્યાં સુધી તેની ઉપરથી પસાર ન થવા જણાવવામાં આવ્યું છે.