બંધ

આણંદ ખાતે પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની બેઠક મળી

પ્રકાશિત તારીખ : 03/12/2025

આણંદ જીલ્લાના ૦૭ પ્રોજેક્ટને મંજુર કરાયા

આ પ્રોજેક્ટમાં રૂ ૧૬૪.૧૩ લાખના પ્રોજેક્ટને ૫૩.૧૧ લાખની સબસીડી મંજુર કરાઈ

આણંદ, બુધવાર: કલેકટર કચેરી આણંદ ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં

Ministry of Food Processing Industries (MOFPI) અંતર્ગત ચાલતી પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ (PMFME) યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલ આ બેઠકમાં આણંદ જીલ્લાના ૦૭ પ્રોજેક્ટને મંજુર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં રાઇશ મિલ, મીલેટ બેઝ પ્રોડક્ટ, બેકરી પ્રોડ્કટ, એનીમલ ફીડ તથા મસાલા જેવા વિવિધ ઉત્પાદન માટે કુલ યુનિટ કોસ્ટ રૂ ૧૬૪.૧૩ લાખના પ્રોજેક્ટને ૫૩.૧૧ લાખની સબસીડીની મંજુરી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ તમામ લાભાર્થીઓ તેમજ આણંદ જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ કરતા અથવા કરવા માંગતા લાભાર્થીઓ ને આ યોજનાનો મહતમ લાભ લેવા અનુરોધ કર્યો છે.

આ યોજના અંગે નાયબ બાગાયત નિયામકશ્રીએ જણાવ્યુ કે આ યોજનામાં અનાજ પ્રોસેસિંગ (ઘઉં, ચોખા, કઠોળ, જુવાર, મકાઈ વગેરે), ડેરી પ્રોસેસિંગ, ફળો અને શાકભાજી પ્રોસેસિંગ, બેકરી અને મિષ્ઠાન ઉત્પાદનો, મસાલા અને રોપણી પાક પ્રોસેસિંગ, ચરબી અને તેલબીયા પ્રોસેસિંગ, માંસ અને મરીન ઉત્પાદનો પ્રોસેસિંગ, પશુ દાણ, મરઘા દાણ અને

લઘુવન ઉત્પન્ન જેવા તમામ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સનો સમાવેશ થાય છે.

આ યોજનામાં ૩૫% અથવા વધુમાં વધુ રૂપિયા ૧૦ લાખ સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માંગતા અને વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂનું જિલ્લા સેવા સદન, ચોથો માળ, રૂમ નંબર 427 થી 429 આણંદ નો રૂબરૂ સંપર્ક સાધવા અથવા ફોન નંબર 02692 262023 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

આ બેઠકમાં જિલ્લા કક્ષાની સમિતિના સભ્યો જિલ્લા ખેતીવાડી અધિકારી, લીડ બેંક મેનેજર, નાબાર્ડના મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી હાજર રહ્યા હતા.

આણંદ ખાતે પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની બેઠક મળી