• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

પ્રકાશિત તારીખ : 14/10/2025

તા.૧૫ મી ઓક્ટોબર ના રોજ આણંદ ખાતે વિકાસ પદયાત્રા યોજાશે

સવારે ૯-૦૦ કલાકે એ.પી.સી. સર્કલથી ધીરજલાલ જે. ટાઉનહોલ, આણંદ સુધી વિકાસ પદયાત્રા યોજાશે

આ વિકાસ પદયાત્રામાં આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં તારીખ ૭ મી ઓક્ટોબરથી તા.૧૫ મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે તા.૧૫ મી ઓક્ટોબર બુધવારના રોજ સવારે ૯-૦૦ કલાકે એ.પી.સી. સર્કલથી ધીરજ લાલ જે. શાહ, ટાઉનહોલ, આણંદ સુધી વિકાસ પદયાત્રા યોજાશે.

આ વિકાસ પદયાત્રામાં  જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આણંદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનુભાવો, રમત પ્રેમીઓ અને નગરજનો જોડાશે.

આ વિકાસ પદયાત્રામાં આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.