વિકાસ સપ્તાહ, આણંદ જિલ્લો
પ્રકાશિત તારીખ : 14/10/2025
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત કર્મસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વોલ પેઇન્ટિંગ ડ્રાઇવ યોજાઈ હતી. આ ઉપરાંત કરમસદ આણંદ અને વિદ્યાનગર ખાતે સ્વચ્છતા સંબંધી નાટક યોજવામાં આવ્યા હતા. જેના માધ્યમથી લોકોને સ્વચ્છતા નો સંદેશો આપવામાં આવ્યો હતો. રસ્તો કચરા ઉપર ન નાખતા ડસ્ટબીનમાં જ નાખવા અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવે છે તેમાં જ આપવા જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. સફાઈ કામદારો માટે સુરક્ષા કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ હાઇસ્કુલો ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. ગોયા તળાવ ખાતે વોલ પેઇન્ટિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જ્યારે વેસ્ટ ઝોનમાં સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ એ ભાગ લીધો હતો. આ ઉપરાંત મનપા હસ્તકની સ્કૂલો ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
આમ વિકાસ સપ્તાહ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
મનપા દ્વારા યોજાયેલ વિકાસ સપ્તાહના વિવિધ કાર્યક્રમોમાં મનપાના અધિકારીઓ, કર્મચારીઓ, સફાઈ કર્મીઓ સહિત નગરજનો જોડાયા હતા.

વિકાસ સપ્તાહ, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ, આણંદ જિલ્લો