• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ ખાતે તા.૭ ઓક્ટોબર ના રોજ સ્વદેશી મેળો યોજાશે

પ્રકાશિત તારીખ : 06/10/2025

આણંદ, સોમવાર: શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી શ્રી ના મેક ઇન ઇન્ડિયા, એક જિલ્લો, એક ઉત્પાદન અને આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત થઈને આ પહેલ સ્વદેશી ઉત્પાદનો અને સેવાઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપવાના કાર્યક્રમ અંતર્ગત આજે તારીખ ૭ મી ઓક્ટોબર ૨૦૨૫ મંગળવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે વિદ્યાનગર રોડ ખાતે વૃંદાવન ગ્રાઉન્ડમાં સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્વદેશી મેળાનું ઉદઘાટન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી કરશે. આ સમયે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

આણંદ ખાતે તા.૭ ઓક્ટોબર ના રોજ સ્વદેશી મેળો યોજાશે