• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ જિલ્લાના પશુપાલકોએ આઇ ખેડૂત પોર્ટલ પર કરેલ અરજીઓ પૈકી ૮૦૭૯ અરજી

પ્રકાશિત તારીખ : 04/10/2025

ડ્રો દ્વારા મંજુર કરાઈ

ખેડૂતોને રૂપિયા ૩.૦૦ કરોડ કરતાં વધારે નાણાકીય સહાય દાણ સ્વરૂપે અપાશે

આણંદ, શનિવાર: આણંદ જિલ્લાના પશુપાલકો દ્વારા પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓનો વર્ષ ૨૦૨૫-૨૬ માં લાભ લેવા આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી હતી.આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ અન્વયે પશુ ખાણદાણ સહાય યોજના અંતર્ગત પ્રતિ લાભાર્થી ૧૫૦ કિલો દાણ આપવામાં આવનાર છે, જેની પ્રતિ લાભાર્થી દીઠ કિંમત રૂ.૩૯૭૫/- જેટલી થાય છે.

આ યોજના અંતર્ગત સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જિલ્લાના લાભાર્થીઓની અરજીઓની આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ડ્રો પધ્ધતિ દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.

ચાલુ વર્ષે ખાણદાણ સહાય યોજના અંતર્ગત આણંદ જિલ્લાને રાજ્યમાં મહતમ લક્ષ્યાંક ફાળવણી થયેલ તેના અનુસંધાને કુલ ૨૧,૮૬૪ પશુપાલકોએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી હતી. જે અંતર્ગત જિલ્લા પંચાયત આણંદ ખાતે આઈ-ખેડૂત પોર્ટલ પર પશુપાલક દ્વારા આવેલ અરજીઓમાંથી સરકારશ્રી દ્વારા આણંદ જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકને અનુસંધાને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલની  ઉપસ્થિતિમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ડ્રો પધ્ધતિથી કુલ ૮૦૭૯ અરજી ડ્રો દ્વાર કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે આણંદ જિલ્લાના પશુપાલકોને પશુપાલનની સહાયકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે. આ યોજના માટે ગત વર્ષના નાણાકીય અનુદાનને ધ્યાને લેતા રૂ. ૩.૨૧ કરોડ કરતા વધારે નાણાકીય સહાય દાણના સ્વરૂપે લાભાન્વીત કરવામાં આવનાર છે. આ પ્રસંગે પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હતા.