• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત તારીખ : 29/09/2025

આણંદ, શુક્રવાર: શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત કેન્દ્ર સરકારની “પી.એમ.સ્વનિધિ” યોજના અન્વયે શહેરી વિસ્તારમાં ખાણી-પીણીની લારી ચલાવતા શહેરી ફેરિયાઓ માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના સંયુક્ત ઉપક્રમે મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ ધીરજલાલ જે.શાહ, ટાઉન હોલ,આણંદ ખાતે ખોરાક સલામતી અને સ્વચ્છતા અંગે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મનપાના મેડીકલ ઓફિસર શ્રી રાજેશભાઈ પટેલ તેમજ FSSAI-આણંદ ના  ફૂડ સેફટી ઓફિસર એમ.જે.દીવાન દ્વારા ફેરિયાઓ ખોરાક માટેની સ્વચ્છતા અને સલામતી અપનાવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા ફેરીયાઓ ખોરાકની સાથે સાથે આસપાસની સ્વચ્છતા રાખવા અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.

FSSAI ના શ્રી હેમાંગીનીબેન ગાંધી દ્વારા ફેરિયાઓને ફૂડ સેફટી અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. શ્રી કેયુર પટેલે શહેરી ફેરિયાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવરી શકાય તે હેતુથી પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપવામાં આવી હતી.

જાહેર જનતાની સલામતી અને સ્વાસ્થ્ય ને ધ્યાનમાં  રાખી કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરી સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે તાલીમ  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં FSSAI- આણંદના ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી પી.એચ.સોલંકી, મહાનગરપાલિકાના વહીવટી અધિકારી લોમેશભાઈ પટેલ, મ્યુ.સેક્રેટરી શ્રી કલ્પેશભાઈ પરમાર NULM-મેનેજરશ્રી ભૂમિકા જે.અવલાની, વ્રજકુમાર પી. ત્રિવેદી, સમાજ સંગઠક કુલદીપભાઈ બ્રહ્મભટ્ટ, કોમલબેન વાઘેલા સહિત ૨૫૦ જેટલા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા.