આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત તારીખ : 25/09/2025
૨૫ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ
આણંદ, બુધવાર: રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીના પ્રશ્નોનો તાલુકા કક્ષાએ જ ઉકેલ આવે તે માટે દર મહિને જે તે તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહે છે.
આંકલાવ મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સુશ્રી દેવાહુતી એ અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા અને જે તે વિભાગના અધિકારીઓ પાસેથી જરૂરી જાણકારી મેળવી અરજદારોને સંપૂર્ણ રીતે સંતોષ થાય તે રીતે તેમના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કર્યો હતો અને અરજદારોએ જિલ્લા વિકાસ અધિકારીએ તેમના પ્રશ્નો રૂબરૂમાં સાંભળ્યા અને સંતોષકારક રીતે તેમના પ્રશ્નોનો ઉકેલ કર્યો તે માટે તાલુકા સ્વાગત કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં અમારા પ્રશ્ન આ રીતે તાલુકા મથક ખાતેથી જ હલ થાય તે અમારા માટે ઘણું સારું કહેવાય.
આંકલાવ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ૨૫ પ્રશ્નો સમાવવામાં આવ્યા હતા, આ તમામ ૨૫ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આંકલાવના મામલતદાર શ્રી એસ. એમ. સેંધવ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, એમજીવીસીએલના અધિકારી, ડી આઇ એલ આર કચેરીના પ્રતિનિધિ, આસરમા, ગંભીરા, ચમારા ગામના તલાટી શ્રી ઓ સહિત વિવિધ પ્રશ્નો સંબંધી અરજદારો હાજર રહ્યા હતા.