• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

ઉમેટા ગામના એક વર્ષીય સિધ્ધરાજ માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ બન્યો આશીર્વાદ સમાન

પ્રકાશિત તારીખ : 24/09/2025

હૃદયની બિમારીનું વિનામૂલ્યે કરાયું ઓપરેશન

સરકારની આરોગ્યલક્ષી  યોજના થકી મારા દીકરાને નવજીવન મળ્યું: સિધ્ધરાજ ના પિતા શ્રી સતીષભાઈ

આણંદ,મંગળવાર:: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા ગામના સતિષભાઈના ત્યાં એક વર્ષ અગાઉ  દીકરા સિદ્ધરાજનો જન્મ થયો હતો. સતિષભાઈ ના પત્ની પ્રસુતિ બાદ પોતાના પિયર બોરસદ તાલુકાના દહેમી ખાતે ગયા હતા.ત્યાં નાનકડા સિદ્ધરાજને  હૃદયની તકલીફ ઊભી થતાં સ્થાનિક હોસ્પિટલમાં લઈ જતા ત્યાંથી અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવા સ્થાનિક તબીબ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.

આ વાતની જાણ બોરસદ તાલુકાના દાવોલ સ્થિત  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આર.બી.એસ.કે. ના ડૉ. ક્રિષ્ના ઠક્કરને થતા જ સિદ્ધાર્થના વાલી સતીષભાઇનો સંપર્ક કરી તેમને સમજાવ્યા હતા. અને જણાવ્યું હતું કે શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સિદ્ધરાજની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે.જે અંગેની કાર્યવાહી કરીને વાલી સાથેના સંપર્ક કરીને તે જ દિવસે નિર્ણય લેવામાં આવ્યો હતો.

શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સિદ્ધરાજના હૃદય અંગેની બિમારી દૂર કરવા સારવાર અર્થે ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન બાદ આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા સિદ્ધરાજના સ્વાસ્થ્યમાં થઈ રહેલ સુધારાની સમયાંતરે ચકાસણી કરવામાં આવતી હતી.

હાલમાં સિદ્ધરાજ  સ્વસ્થ છે,જેનું કારણ આર.બી.એસ.કે.ના ડૉ ક્રિષ્ના ઠક્કર તથા તેમની ટીમની સત્તત દેખરેખને કારણે હૃદયની બીમારીમાંથી બહાર આવ્યો તથા સિદ્ધરાજના પિતા સતીષભાઈ ને પણ ઓપરેશનના મોટા ખર્ચની ચિંતા દૂર કરી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ખરેખર આશીર્વાદરૂપ બન્યો છે.

આમ, વાલી શ્રી સતીષભાઈએ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત પોતાના દીકરાની વિનામૂલ્યે સારવાર થતા સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે,” હું કારખાનામાં મજૂરી કામ કરું છું. મારા દીકરાની હૃદયની બિમારી કે જે ખાનગી હોસ્પિટલમાં રૂ.૧૫ થી ૨૦ લાખ જેટલા રકમમાં થઈ શકે તેમ હતી, જે મારી આર્થીક પરિસ્થિતિને કારણે પરવડે તેમ નહોતી. પરંતુ ગરીબોની બેલી એવી સરકારની આરોગ્યલક્ષી  યોજનાઓ થકી જ મારા દીકરાને નવજીવન મળ્યું છે”તેમ જણાવી આર બી એસ કે ટીમ પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે ડોક્ટર અને તેમની ટીમ પોતાના દીકરાની સેવા કરતા હોય તે રીતે મારા દીકરાની નિયમિત રૂબરૂ મુલાકાત લે છે અને તેના આરોગ્યની ચિંતા કરે છે.

ઉમેટા ગામના એક વર્ષીય સિધ્ધરાજ માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ બન્યો આશીર્વાદ સમાન

ઉમેટા ગામના એક વર્ષીય સિધ્ધરાજ માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ બન્યો આશીર્વાદ સમાન

ઉમેટા ગામના એક વર્ષીય સિધ્ધરાજ માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ બન્યો આશીર્વાદ સમાન