• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

ચિખોદરા ચોકડી થી સારસા સુધીનો માર્ગ નવો બનાવવામાં આવશે – કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી

પ્રકાશિત તારીખ : 16/09/2025

હાલ વરસાદ બંધ થયો હોવાથી હોટમીક્ષ મટીરીયલથી આ રસ્તા ઉપર પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી

આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં ચીખોદરા ચોકડીથી સારસા ગામને જોડતો રસ્તો ૭ કિ.મી. લંબાઈનો ૧૦ મીટર પહોળાઈ ધરાવતો રાજ્ય ધોરીમાર્ગ છે. આ રસ્તા પર ચાલુ વષૅ ના ચોમાસામાં પડેલ ભારે વરસાદને કારણે પડેલ ખાડામાં સમયાંતરે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વેટમીક્ષ / હોટમીક્ષ / કોંક્રીટ મટીરીયલ્સથી પેચવર્ક કરવામાં આવેલ છે. આ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને અગવડતા ન પડે તે હેતુથી અને હાલ વરસાદ બંધ થયો હોવાથી હોટમીક્ષ મટીરીયલથી આ રસ્તા ઉપર પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

આ રસ્તા પર રીસરફેસીંગની કામગીરી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા તાંત્રિક મંજૂરી, ડી.ટી.પી. મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે, જે ટેન્ડર ખોલવામા આવેલ છે અને હાલ સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવવા પ્રક્રિયા હેઠળ છે. જે ટેન્ડરની મંજુરી મળ્યે થી તથા ચામાસાની સીઝન પૂર્ણ થતાં તાત્કાલીક અસરથી ચીખોદરા ચોકડી થી સારસા સુધીના રસ્તાની રીસરફેસીંગની કામગીરી શરુ કરવામાં આવશે, એટલે કે રસ્તો નવો તૈયાર કરવામાં આવશે.

આમ, સક્ષમ કક્ષાએથી ટેન્ડરની મંજૂરી મળે અને વરસાદ સંપૂર્ણ રીતે વિરામ લે ત્યાં સુધી લોકોને અવરજવર કરવામાં તકલીફ ન પડે તે માટે હાલ પૂરતો રસ્તો ખાડાઓનું હોટ મિક્સ મટીરીયલથી પુરાણ કરીને મોટરરેબલ બનાવવામાં આવી રહ્યો છે, તેમ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે.

ચિખોદરા ચોકડી થી સારસા સુધીનો માર્ગ નવો બનાવવામાં આવશે - કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી