• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

પ્રકાશિત તારીખ : 08/09/2025

આણંદ જિલ્લામાં કુદરતી જંગલો નથી છતાં સામાજિક વનીકરણ થકી ગુજરાતમાં સૌથી વધુ પ્રતિ હેક્ટર વૃક્ષારોપણનો રેકોર્ડ: નાયબ મુખ્ય દંડકશ્રી

ઉમરેઠના થામણા ખાતે  જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઊજવણી કરાઈ

આણંદ જિલ્લામાં તા ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર સુધી શાળાઓ તથા વિવિધ સંસ્થાઓમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે

આણંદ, ગુરુવાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નડિયાદના ગળતેશ્વર ખાતે ૭૬ મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે આણંદ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક  શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમરેઠના થામણા ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી એ જણાવ્યું હતું કે,ભારતમાં વન મહોત્સવની શરૂઆત ૧૯૫૦માં દેશના પ્રથમ કૃષિ પ્રધાન કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી અને આજે આપણે ૭૬નમો વન મહોત્સવ ઉજવી રહ્યા છીએ.

વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લો જેની પાસે કુદરતી જંગલો નથી તેમ છતાં સામાજિક વનીકરણ થકી ગુજરાતમાં સૌથી વધુ પ્રતિ હેક્ટર વૃક્ષારોપણનો રેકોર્ડ ધરાવે છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, આણંદ જિલ્લામાં આઠ વન કવચ, ત્રણ પવિત્ર ઉપવન અને બે અર્બન ફોરેસ્ટ યોજનાઓ દ્વારા લગભગ એક લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ પ્રત્યેની આણંદ જિલ્લાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

નાયબ મુખ્ય દંડક શ્રી જણાવ્યું કે,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલું “એક પેડ મા કે નામ” અભિયાન દેશભરમાં પર્યાવરણ સુરક્ષા માટે જન આંદોલન બની ગયું છે. વર્ષ ૨૦૨૪- ૨૫માં “એક પેડ મા કે નામ  2.0” અંતર્ગત ૧૦ કરોડથી વધુ લોકોએ પોતાની માતાના નામે વૃક્ષો વાવ્યા અને મિશન લાઈફ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ અભિયાને લોકોને ગ્રામ પંચાયતની જમીન, ગૌચર અને ખેતરોમાં વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કર્યા છે, જે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે.

વૃક્ષોનું મહત્વ દર્શાવતાં તેમણે જણાવ્યું હતું કે,વન મહોત્સવ પર્યાવરણ સુરક્ષા અને જીવનની ગુણવત્તા વધારવા માટેનું મહત્વનું પગલું છે. વૃક્ષો ઓક્સિજન પૂરું પાડે છે, વાતાવરણ શુદ્ધ રાખે છે અને ફળ, ફૂલ, છાંયડો તેમજ ઔષધિ જેવા અનેક લાભ આપે છે. જે અન્વયે આણંદ જિલ્લામાં તા ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર સુધી શાળાઓ,વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકો જોડાય તે માટે નાયબ મુખ્ય દંડકશ્રીએ પણ અપીલ  કરી હતી.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી એ પ્રાસંગિક ઉદબોધનમાં વન વિભાગની કાર્યશૈલીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રીએ  શરૂ કરેલ મિશન લાઈફ અંતર્ગત જે ૭૨ પગલાં સૂચવ્યા છે,તે  બાળકો જાણે તે માટે જિલ્લાની તમામ શાળાઓમાં સેમીનારનું આયોજન કરીને ભાવિ પેઢીને પર્યાવરણના જતન માટે જાગૃત બને તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.

અમદાવાદ વર્તુળના સામાજિક વનીકરણ વિભાગના મુખ્ય વન સંરક્ષક શ્રી કે. રમેશ દ્વારા વન મહોત્સવ ઉજવણી માટેની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.

પ્રારંભમાં નાયબ વન સંરક્ષકશ્રી એસ. મીણાએ સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી હિતેશ પરમારએ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા વૃક્ષરથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ શાળાના પટ્ટાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉમરેઠ તાલુકાના અગ્રણીઓ , વન વિભાગના અધિકારીશ્રીઓ,કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ