• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતીના હસ્તે ઓછા વજનવાળા ૧૦૧૮ સગર્ભાબેનોને પોષણ કીટનું કરાયું વિતરણ

પ્રકાશિત તારીખ : 30/08/2025

આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય માટે તેમજ માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમજ જનજાગૃતિ  અંગે કામગીરી કરવામાં આવે છે.

જીલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા આશાબેનો સાથે સંપ-પરામર્શ તેમજ સગર્ભા બેનોની સાળ-સંભાળ રાખવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

બોરસદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિરસદ ખાતે આરોગ્ય સ્ટાફ અને આશાબેનની  મીટીંગમાં ૪૦ કિલોથી ઓછા વજનવાળા  સગર્ભા બહેનોને  જાણકારી આપવાના હેતુસર જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષપણા હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં માં  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ સમયે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમોની કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ આરોગ્ય સ્ટાફ, આશાબેન અને સગર્ભાબહેનો એ સગર્ભાવસ્થા દરમિયાન પોષ્ટિક આહારનું શું મહત્વ છે ? તે અંગે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સગર્ભા બહેનોને પોષ્ટિક આહારના સેવનથી આવનાર બાળક પણ તંદુરસ્ત જન્મશે અને માતા તેમજ બાળક બંને સ્વસ્થ રહેશે તેમજ બાળકને ઉમર મુજબ રસીકરણ કરવાથી જીવલેણ બીમારીથી પણ બચશે.સગર્ભા બહેનોએ ડીલીવરી માટે જનરલ હોસ્પિટલ, જિલ્લા મેડીકલ કોલેજ ખાતેની હોસ્પિટલમાં સલામત ડીલીવરી થાય તે માટે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સહયોગથી આણંદ જીલ્લાના ૪૦ કિલોથી ઓછા વજનવાળા સગર્ભાબહેનોને સમતોલ અને પોષ્ટિક આહાર મળે તે હેતુસર ૧૦૧૮ સગર્ભાબહેનોને કીટ આપવામાં આવી છે, જે અંતર્ગત આજે  વિરસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં આવતા ૪૦ કિલોથી  ઓછા વજનવાળા ૨૫ સગર્ભાબેનોને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના વરદ હસ્તે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પૂર્વી નાયક, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, મેડીકલ ઓફીસરશ્રી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આશા બહેનો હાજર રહ્યા હતા.