• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

પ્રકાશિત તારીખ : 22/08/2025

આણંદ, શનિવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં જન પ્રતિનિધિશ્રીઓએ લોકોને સ્પર્શતા વિવિધ રોડ-રસ્તા, કેનાલ રીપેરીંગને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા.

જે અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો પરત્વે સત્વરે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ પરમાર, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ સહિત જિલ્લાના સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.