• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

દિન વિશેષ : ૨૦ ઓગસ્ટ

પ્રકાશિત તારીખ : 20/08/2025

વિશ્વ મચ્છર દિવસ

સરકારે વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશને મેલેરિયા મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે

આણંદ, બુધવાર: વૈશ્વિક સ્તરે વિશ્વ મચ્છર દિવસ ૨૦૧૫ થી દર વર્ષે ૨૦ મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી સર રોનાલ્ડ રોસ કે જેઓએ ૧૮૯૭ માં મનુષ્યમાં માદા મચ્છરોને કારણે મેલેરિયા સંક્રમિત થવાની શોધ કરી હતી, તેમના સ્મરણાર્થે ઉજવવામાં આવે છે.

જીવવિજ્ઞાન કહે છે કે, મચ્છરોની લગભગ ૩,૫૦૦ પ્રજાતિ છે અને તેથી પણ વધુ મહત્ત્વની વાત એ છે કે મચ્છરથી સૌથી વધુ પરેશાન માનવી જ છે ! હિંસક જાનવરોને કારણે દેશમાં એટલા મોત થતા નથી, તેટલા મોત નાનાં નાનાં મચ્છરોના કરડવાથી થાય છે. ભારત સરકારે વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશને મેલેરિયા મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે, અને તે અભિયાન ચાલી રહ્યું છે.

એક નાના મચ્છરનો ડંખ પણ મોટા આઘાતો આપી શકે છે. મચ્છર કરડવાથી ગંભીર સ્થિતિ બની શકે છે તેના કારણે જીવનમાં કેટલાંક જીવલેણ રોગો જેમ કે, મેલેરિયા , ડેગ્યું, ચિકનગુનિયા , જાપાનીઝ એન્સાફીલીતટીસ , ફ્લારીયાસીસ અને પીળિયો તાવ થઈ શકે છે.

ચોમાસા દરમિયાન મચ્છરો ઘણાં બધા રોગનો ફેલાવો કરવા માટે સક્ષમ હોય છે. દુનિયામાં મચ્છરોની ઘણી બધી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલાંક નુકશાનકારક હોય છે. નર મચ્છર પોતાના પોષણ માટે મધ પર નભે છે, જયારે માદા મચ્છરો મનુષ્યના લોહીનો પોષણ તરીકે ઉપયોગ કરે છે. જયારે સંક્રમિત માદા મચ્છરો મનુષ્ય લોહી ચૂસે છે ત્યારે ઘાતક ચેપના કારણે જીવનમાં જીવલેણ રોગો થવાની શક્યતા રહે છે.

મચ્છર કરડવાથી થતી બીમારીઓને કારણે આપણા દેશમાં દર વર્ષે લાકો લોકો મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાનો ભોગ બને છે. એકલા મેલેરિયાથી જ દેશમાં દર વર્ષે લગભગ એક હજારના મોત થાય છે. વરસાદની ઋતુમાં મેલેરિયા ફેલાવતા મચ્છરોની વસતીમાં ઝડપી વધારો થાય છે. આ કારણથી વરસાદમાં મેલેરિયા ફેલાવાની આશંકા પણ વધુ રહે છે.

મચ્છરોથી થતી બીમારીઓમાં મેલેરિયા માદા એનાફિલિસ મચ્છર કરડવાથી, ડેન્ગ્યૂ એડિસ મચ્છર કરડવાથી, ફાઇલેરિયા એડિસ અને ક્યૂલેક્સ મચ્છર કરડવાથી,ચિકનગુનિયા એડિસ મચ્છર કરડવાથી,યલો ફીવર એડિસ મચ્છર કરડવાથી અને ઇન્સેફેલાઇટિસ ક્યૂલેક્સ મચ્છક કરડવાથી થાય છે.

ચોમાસામાં વિશેષ કરીને જે જગ્યાઓ પર પાણી ભરાઈ રહે છે તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આમ કરવાથી મચ્છરનો ઉપદ્રવ ઘટાડી શકાશે અને પરિવારને રોગથી બચાવી શકાશે.

મચ્છર મુક્ત ભારત અભિયાનમાં સૌ પોતાનું યોગદાન આપે અને ઘરની આસપાસ કે ધાબા ઉપર પાણી ભરાઈ રહે નહીં તેની કાળજી રાખે તે ખૂબ જ જરૂરી છે.