પેટલાદ ખાતે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી
પ્રકાશિત તારીખ : 07/08/2025
કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદબોધન કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા
સંસ્કૃત માત્ર ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે – કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી
પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્કૃત ગૌરવ યાત્રા રેલી યોજાઇ
વૈદિક મંત્રોચાર સાથે સંસ્કૃત યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ સાથે સંસ્કૃત ભાષા પ્રેમીઓ યાત્રામાં જોડાયા
આણંદ, બુધવાર: રાજ્યના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવના અનુસંધાનમાં આજે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને પેટલાદ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી.
આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃતિ વિદ્વાનો અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ જોડાયા હતા, તે રેલીને નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી સહિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી, જે રેલી પેટલાદ રણછોડજી મંદિર થી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સંસ્કૃત ગાન અને સંસ્કૃત ગૌરવ સૂત્રોચાર સાથે પૂર્ણ થઇ હતી*
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં સંસ્કૃત ભાષાથી શરૂઆત કરતા જ ઉપસ્થિત સૌએ તાળીઓથી કલેકટરશ્રીને વધાવી લીધા હતા અને કલેક્ટરશ્રીએ સંસ્કૃત ભાષામાં જ સંપૂર્ણ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર ભાષા નથી તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે સંસ્કૃત ભાષાનું મહત્વ લોકો સમજે તે જરૂરી છે તેમ જણાવી સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ છે તેમ તેમણે ઉમેર્યું હતું અને આ સંસ્કૃત મહોત્સવમાં સંસ્કૃત પ્રેમીઓએ અને અન્ય લોકો પણ સહભાગી બને તે માટે અનુરોધ કર્યો હતો.
જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ આ સંસ્કૃત ગૌરવયાત્રાની ત્રિ દિવસીય ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લામાં પ્રાથમિક સ્તર, માધ્યમિક સ્તર, ઉચ્ચ શિક્ષણ અને પાઠશાળા સ્તરનો શૈક્ષણિક સ્તર અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં શૈક્ષણિક સ્તર, મુક્ત સ્તર, સંસ્થાકીય સ્તર અને વિશેષ સ્તર આમ ચાર સ્તરોમાં આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા, બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિન અને ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરાશે. આ ઉત્સવનો હેતુ બાળકો અને યુવાનોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ વધારવાનો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ,પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન પ્રકાશભાઈ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સોનલબેન પટેલ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતી, પેટલાદના મદદનીશ કલેકટર શ્રી હિરેન બારોટ, પ્રભુ શરણમ બ્રહ્મકુમારી પરિવારના બહેનો, શિક્ષણ વિભાગના અધિકારી શ્રી તેજેન્દ્રસિંહ સોલંકી, નગરજનો, વિદ્યાર્થીઓ અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.