બંધ

આણંદ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી

પ્રકાશિત તારીખ : 06/08/2025

બોરસદ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહ્યા છે.

આજે મહિલા નેતૃત્વ દિવસ ની ઉજવણીનો કાર્યક્રમ બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બોરસદ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મિહીરભાઈએ મહિલા સશક્તિકરણ અને નારી સક્ષમતાની સાથે તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે તે અંતર્ગત પોતાના વિચારો રજૂ કર્યા હતા જ્યારે તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઈ પટેલ દ્વારા મહિલાઓમાં સક્ષમતા અને નેતૃત્વના ગુણો જોવા મળે છે, તેમ જણાવી નારી સક્ષમ અને સશક્ત બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું. પશુપાલન કચેરીના વેટરનિટી ડૉક્ટરશ્રી પ્રહલાદ સોલંકીએ પશુપાલન અને કૃષિ ક્ષેત્રે મહિલા નેતૃત્વ અંગે, CDPOશ્રીરૂપલબેન મિસ્ત્રી દ્વારા I.C.D.S ની યોજનાઓ અને પોષણ સબંધિત, ફિલ્ડ ઓફિસર ફાલ્ગુનીબેન સોલંકીએ મહિલાલક્ષી યોજનાકીય માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા વિજ્ઞાન, ખેતીવાડી, પશુપાલન, કલા, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મહિલાઓ તથા દિકરીનઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય વિભાગની મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કર/કાર્યક્રર, મહિલા પોલીસ કોન્સટેબલ, ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર,‘સખી’વન સ્ટોપ સેન્ટરના કર્મચારી તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આણંદ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી