બંધ

આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કાર્યવાહી: રૂપિયા 1.03 લાખ દંડ વસૂલાયો

પ્રકાશિત તારીખ : 02/08/2025

આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મનપા હસ્તકની સેનિટેશન વિભાગની ટીમ દ્વારા જુલાઈ માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેરમાં ગંદકી કરતા લોકો સામે તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતાં એકમો સામે દંડકીય કાર્યવાહી કરી રૂપિયા ૧,૦૩,૯૦૦/–નો  વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે, અને ૯૦ કિલો પ્લાસ્ટિકનો  જથ્થો જપ્ત કરવામા આવ્યો છે.

મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા લોકોને જાહેરમાં ગંદકી ન કરવા માટે જણાવાયું છે, અને વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરે તે માટે પણ જરૂરી સુચના આપવામાં આવી છે.

વધુમાં તેમના જણાવ્યા મુજબ મનપાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે, અને જે લોકો જાહેર આરોગ્યને નુકસાન થાય તે રીતે ગંદકી કરતા હશે કે જાહેરમાં કચરો નાખતા હશે તો આવા લોકોની સામે કાયદાની જોગવાઈને આધિન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં  ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવે છે, તે ઉપરાંત જાહેર રસ્તાઓ ઉપર કચરો નાખવા માટે ભીનો અને સૂકો અલગ અલગ કચરો નાખવા ડસ્ટબિન પણ મૂકવામાં આવ્યા છે, જેમાં કચરો નાખવા માટે જણાવવામાં આવ્યું છે અને મહાનગરપાલિકાના સ્વચ્છતા અભિયાનમાં સહયોગી બનવા અપીલ કરવામાં આવી છે.