• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

બોરસદ નગરમાં રસ્તા રિપેરિંગ કામગીરીનું પ્રાદેશિક કમિશનર શ્રી એ કર્યું નિરીક્ષણ

પ્રકાશિત તારીખ : 25/07/2025

આરસીએમ કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્ગોમાં ખાડા બાબતે આવતી ફરિયાદોનો નિકાલ કરવા સૂચના અપાઇ.

આણંદ, ગુરુવાર: વડોદરા ઝોન હસ્તકના ૬ જિલ્લાની ૨૫ નગરપાલિકામાં હાલ ચોમાસાના કારણે રોડ-રસ્તાને થયેલ નુકસાન તથા ખાડાના રિપેરીંગની કામગીરી રાત દિવસ સઘન રીતે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેનું ઉચ્ચ અધિકારી દ્વારા સઘન રીતે દેખરેખ રાખવામા આવી રહ્યું છે.

માર્ગ મરામતની કામગીરી સત્વરે અને ઉચ્ચ ગુણવતા યુક્ત થાય તે દેખરેખ રાખવા માટે પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરભિ ગૌતમ, અધિક કલેક્ટરશ્રી મેહુલ પંડયા, કાર્યપાલક ઈજનેરશ્રી અમિત પટેલ, ચીફ ઓફિસરશ્રી વિરાજ શાહ તથા ટેકનિકલ ટીમ દ્વારા આણંદ જિલ્લાની બોરસદ નગરપાલિકા ખાતે અશોક પાર્કના ઓવર બ્રિજ થી આણંદ ચોકડી સુધીનો આસ્ફાલ્ટ રોડ ડેવલોપ કરવાનું કામ તથા બોરસદ બસ સ્ટેન્ડથી વર્ક શોપ સુધીના રસ્તાની મુલાકાત લઈને નિરીક્ષણ કરી જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વાહન ચાલકો તથા રાહદારીયોને માર્ગોની માળખાકીય સુવિધાઓનો લાભ મળે અને નાગરીકોને કોઈ અગવડ ના પડે તે ધ્યેય સાથે રાજ્ય સરકારના દિશા નિર્દેશ પ્રમાણે રોડ રસ્તાની રીપેરીંગની કામગીરી માટે પ્રો એક્ટિવ અભિગમ અપનાવવા તથા રસ્તા, ખાડા બાબતે આવતી ફરિયાદનું એક જ દિવસમાં અસરકારક રીતે હકારાત્મક નિકાલ થાય તેવી નગરપાલિકાના તંત્રને સૂચના આપવામાં આવી હતી.