બોરસદ તાલુકાના દાવોલ ગામે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો
પ્રકાશિત તારીખ : 24/07/2025
આણંદ, બુધવાર: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ ધ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગતનો સેમિનાર બોરસદ તાલુકાના દાવોલ ગામ ખાતેની કુમાર શાળા ખાતે ના હોલમાં મહિલા અને બાળ અધિકારી નિલેશ્વરીબા ઝાલાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
મહિલા અને બાળ વિકાસ કચેરીના ફિલ્ડ ઓફિસર ફાલ્ગુનીબેન સોલંકી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત ઘરેલું હિંસા કોને કેહવાય, આ કાયદા હેઠળ કોણ મદદ કરી શકે, કાયદા હેઠળ પીડિત મહિલાને સુરક્ષા, રેહઠાણ, નાણાકીય રાહત અને ભરણ પોષણ, બાળકનો કબજો, વળતર અને વચગાળાનાં હુકમ તથા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી કાયદાની તથા દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧ અંગે, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, ”સખી” વન સ્ટોપ સેન્ટર, શક્તિ સદન, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્રની માહિતી, વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત પી. બી. એસ. સી. કાઉન્સેલર અંજનાબેન રાવળ દ્વારા ઘરેલુ હિંસા, લગ્ન બહાર ના સબંધ, છેડતી, બાળ લગ્ન વિશે, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક વૈશાલી બેન દ્વારા વિવિધ સેવાઓ હેલ્પલાઈન વિશે, DHEW યોજના અંતર્ગત ડિસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડિનેટર દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દાવોલ ગામના સરપંચ શ્રી લલીતાબેન ગોહેલ, ઉપસરપંચ શ્રી ઈલાબેન ચાવડા, કુમાર શાળા ના આચાર્ય કેતનભાઈ,કન્યા શાળા ના આચાર્ય અનિલભાઇ તથા દાવોલ ગામ ની ૧૦૦ ઉપરાંત બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

બોરસદ તાલુકાના દાવોલ ગામે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો
