જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના નેતૃત્વમાં આણંદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા પૂર્વવત કરવા માટેની ડ્રાઇવ હાથ ધરાઈ
પ્રકાશિત તારીખ : 17/07/2025
આણંદના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તો તાત્કાલિક ધોરણે પૂર્વવત કરાયા.
આણંદ, ગુરુવાર: ભારે વરસાદના કારણે આણંદ જિલ્લામાં જનજીવનને સ્પર્શતા રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા.જેના કારણે જિલ્લાના નાગરિકો તથા વાહન ચાલકોને અગવડ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના નેતૃત્વમાં આણંદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા પૂર્વવત કરવા માટે ડ્રાઇવ ચાલુ કરી છે.
માર્ગ મકાન વિભાગની ડ્રાઇવ અંતર્ગત જિલ્લા મોટા ભાગના રસ્તાઓ પર પડેલ ખાડાઓમાં પેચ વર્ક કરીને મોટરેબલ કરવામાં આવ્યા છે.
આ અંગે માર્ગ અને મકાન વિભાગ આણંદના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઇ ગઢવી ના જણાવ્યુ હતું કે , આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલ…