આણંદ ખાતે ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ
પ્રકાશિત તારીખ : 17/07/2025
આણંદ, બુધવાર: કલેકટર કચેરી, આણંદ ખાતે ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી ની ગવર્નીંગ બોડીની બેઠક જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીની ઉપસ્થિતમાં યોજવામાં આવી હતી.
કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તા.૧૨- ૦૩- ૨૦૨૫ ની મીટીંગ ની કાર્યવાહી ને મંજુરી આપવામાં આવી હતી, ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી અંતર્ગત તમામ પોગ્રામ કમિટીઓ માં વર્ષ ૨૦૨૪-૨૫ તથા જૂન-૨૦૨૫ અંતિત થયેલ ભૌતિક અને નાણાંકીય કામગીરી, ક્વોલીટી ઈમ્પૃવમેંટ કાર્યક્રમ અંતર્ગત કામગીરીની સમીક્ષા અને આયોજન, રસીકરણ, મિજલસ-રૂબેલા, માતા-મરણ અને બાળ મરણ ની સમીક્ષા તેમજ માતા મરણ બાળ મરણ થતા અટકાવવા જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત કલેકટર શ્રી એ કુટુંબ નિયોજનની કામગીરી,નેશનલ ટોબેકો કંટ્રોલ પોગ્રામ,નેશનલ ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સગર્ભા બેનોનું ક્ષય રોગનું પરીક્ષણ કરવું, દર્દીઓની નિયમિત સારવાર પૂર્ણ કરે, ક્ષયના દર્દીને પોષણ કીટ વિતરણ, ક્ષય રોગથી થતા મરણ અટકાવવા બાબતે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કક્ષાના હેલ્થ સોસાયટીના અધિકારીશ્રીઓ,શ્રીકૃષ્ણ હોસ્પિટલના ડૉ.સ્મૃતિ વૈષ્ણવ, કેવલ હોસ્પિટલના ડૉ.નયનાબેન પટેલ, સંજીવની હોસ્પિટલ બોરસદના ડૉ.મહેન્દ્રભાઈ પઢિયાર, પેટલાદના સ્ત્રી રોગ નિષ્ણાત હીદાંસ હાજર રહ્યા હતા.