આણંદ જિલ્લામાં તા. ૨૩ મી જુલાઇ ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત તારીખ : 03/07/2025
અરજદારો તા. ૧૦ મી જુલાઇ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે.
સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે.
આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૩/૦૭/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે.
આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે આગામી તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે.
આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમના પોટૅલ swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે.
અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૩/૦૭/૨૦૨૫ એમ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.
જે અરજદારોના પ્રશ્નો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોએ તા.૨૩/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે નોંધણી કરાવીને તે જ દિવસે ૧૧-૦૦ કલાકે જે તે તાલુકા મથકોએ રૂબરૂ જાતે હાજર રહેવાનું રહેશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દરેક તાલુકા મથક ખાતે જિલ્લાના વર્ગ – ૧ ના અધિકારીશ્રીઓ અધ્યક્ષ તરીકે હાજર રહી અરજદારોના તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ આવેલી રજૂઆતો સાંભળશે, ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ તેમજ સબ જ્યુડીસ પ્રશ્નો તથા નોકરીને લખતા પ્રશ્નો ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેમ, નિવાસી અધિક કલેકટર, આણંદની યાદીમાં જણાવાયું છે.