• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

પ્રકાશિત તારીખ : 30/06/2025

પ્રાથમિક શાળા, બોચાસણ, વલ્લભ વિદ્યાલય, બોચાસણ અને શ્રી રાધા કૃષ્ણ વિદ્યામંદિર, દહેમી ખાતે પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં ત્રિ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બોરસદ તાલુકાની  પ્રાથમિક શાળા, બોચાસણ, વિનય મંદિર, વલ્લભ વિદ્યાલય, બોચાસણ અને શ્રી રાધા કૃષ્ણ વિદ્યામંદિર, દહેમી ખાતે આંગણવાડી તથા ધોરણ- ૧ ના બાળકોને પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ માં પ્રવેશોત્સવ ઉજવાયો હતો.

ધારાસભ્યશ્રીએ બાળકોને ચાંલ્લો કરી, ચોકલેટ, સ્કૂલ કીટ, બેગ, ફ્રૂટ આપી  શાળા પ્રવેશ કરાવ્યો હતો.

ધારાસભ્ય શ્રી એ જણાવ્યું હતું કે વાલીઓ બાળકોને નિયમિત શાળાએ મોકલે તે ખૂબ જ જરૂરી છે, વધુમાં વધુ અભ્યાસ ની સાથે રમત ગમત માં પણ રૂચી રાખે અને સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ લેવા પણ જણાવ્યું હતું.

ધારાસભ્યશ્રીએ એસ એમ સી સભ્યો અને વાલીઓ સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સારા સૂચનો કરવા જોઈએ તેમ જણાવ્યું હતું.

ધારાસભ્યશ્રીના હસ્તે શાળા કમ્પાઉન્ડમાં સિંદૂર ના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.

 આ વેળા એ ધારાસભ્યશ્રીએ રવિશંકર મહારાજ ની સમાધિ  ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે શાળા સંચાલક ઉદેસિંહ દાદા, ટ્રસ્ટી શ્રી જશભાઈ પટેલ અને કોકિલાબેન પટેલ,તાલુકા પંચાયત સભ્યશ્રી લક્ષ્મીબેન પરમાર, ગામના નવ નિયુક્ત સરપંચ લક્ષ્મીબેન પરમાર, દાતાશ્રીઓ, એસ.એમ.સી સભ્યો, બી.આર.સી કો ઓર્ડીનેટર, સી.આર.સી. કૉ. તથા શાળા પરિવાર ના શિક્ષકો, ગામના અગ્રણીઓ અને વાલીઓ સહિત વિદ્યાર્થીઓ  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 1

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 3

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2