બંધ

તા. ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

પ્રકાશિત તારીખ : 19/06/2025

આણંદ જિલ્લામાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાશે.

શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની થશે ઉજવણી.

આણંદ,  મંગળવાર: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિ વર્ષ તા. ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે. જે અંતર્ગત આગામી તા. ૨૧ મી જૂનને શનિવારના રોજ સવારના ૫-૪૫ કલાક થી ૮-૦૦ કલાક દરમિયાન શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

આ યોગ દિવસની ઉજવણીના નોડલ અધિકારી તરીકે પ્રાંત અધિકારીશ્રી, આણંદની નિમણૂંક કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં યોજાનાર આ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સહિત અધિકારી, કર્મચારીઓની સાથે આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી થવા જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીની સાથે તાલુકા કક્ષાએ ઉજવણી માટે સ્થળોની પસંદગી પણ રવામાં આવી છે. જે મુજબ ખંભાતમાં માંદડા તળાવ ખાતે, બોરસદમાં સૂર્યમંદિર ખાતે, ઉમરેઠમાં એસ. એન. ડી. ટી. ગ્રાઉન્ડ, ઉમરેઠ અને રામ તળાવ ઉમરેઠ ખાતે, આંકલાવમાં આંકલાવ હાઈસ્કૂલ ખાતે, પેટલાદમાં એન કે. હાઇસ્કુલ પેટલાદ ખાતે અને વિરાંજલી ગાર્ડન, સુણાવ રોડ, પેટલાદ ખાતે, સોજીત્રામાં શ્રી એમ. એમ. પટેલ હાઇસ્કુલ, પીપળાવ ખાતે અને એમ. એમ. હાઇસ્કુલ, સોજીત્રા ખાતે જ્યારે તારાપુર તાલુકામાં સાર્વજનિક હાઈસ્કૂલ, તારાપુર ખાતે યોગ દિવસની ઉજવણી કરાશે.

યોગ દિવસની નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઓડ ખાતે સરદાર પટેલ વિનય મંદિર હાઇસ્કુલ ગ્રાઉન્ડ- ૧ ખાતે ભાઈઓ માટે અને ગ્રાઉન્ડ- ૨ ખાતે બહેનો માટે યોગ દિવસની ઉજવણી કરાશે. આ ઉપરાંત બોરીયાવી નગરપાલિકા કક્ષાની યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે કરવામાં આવશે.