તારાપુરની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે તા. ૨૫ એપ્રિલના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે
પ્રકાશિત તારીખ : 17/04/2025
આણંદ,ગુરૂવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત તા.૨૫ એપ્રિલના શુક્રવાર રોજ સવારે ૧૧:૦૦ કલાકે તારાપુરની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાનાર છે.
આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી,આઈ.ટી.આઈ,ડિપ્લોમા,ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોય હોય તેવા રોજગાર મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તેઓના ઓછામાં ઓછા ૦૫ બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે હાજર રહેવા જણાવાયું છે.
આ ઉપરાંત અનુબંધમ પોર્ટલમાં નોંધણી કરાવી હોય અથવા તો ન કરાવેલ હોય તેવા રોજગારવાંચ્છુ ઉમેદવારો આ ભરતી મેળામાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે, તેમ રોજગાર અધિકારી, આણંદ દ્વારા જણાવાયું છે.