બોરસદ ખાતે ૭ માં પોષણ પખવાડિયા ઉજવણી નિમિત્તે અતિકુપોષિત બાળકો, કુપોષિત બાળકો, સગર્ભા માતા, ધાત્રીમાતા માટે આરોગ્યની તપાસ માટે મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો
પ્રકાશિત તારીખ : 08/04/2025
આણંદ, શનિવાર: આજરોજ બોરસદ ખાતે ૭ માં પોષણ પખવાડિયા ઉજવણી નિમિત્તે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર, વિદ્યાનગર, ICDS બોરસદ તાલુકો (ઘટક ૧-૨-૩) અને CVM હોમીયોપેથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી અતિકુપોષિત બાળકો, કુપોષિત બાળકો, સગર્ભા માતા, ધાત્રીમાતા માટે આરોગ્યની તપાસ માટે મેડિકલ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસરશ્રી તેજલબહેન શાહ દ્વારા લાભાર્થીને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ માતાના પોષણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ વેળાએ બાળકોને બજારમાં મળતા પૅકેટનો ઉપયોગ ન કરવા સમજ આપી બોરસદ-૧ના સીડીપીઓશ્રી માલતીબેન પઢીયાર દ્વારા THRના પેકેટનો ઉપયોગ કરવા સમજ આપવામાં આવી હતી.
આ કેમ્પમાં CVM હોમિયોપથી હોસ્પિટલ માંથી શ્રી ડૉ નિધિ, શ્રી ડૉ મેહફૂજા અને શ્રી ડૉ અભિલાષા ઉપસ્થિત રહીને આવેલા ૨૪૧ લાભાર્થી જેમાં બાળકો, સગર્ભા અને ધાત્રીબેહનોની આરોગ્ય તપાસ કરીને મફત માં દવા આપવામાં આવી.આમ કુપોષણ દૂર કરવા માટે સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે સીડીપીઓ શ્રી રૂપલબેન મિસ્ત્રી,એન એન એમ બ્લોક-કોઓર્ડિનેટર, મુખ્ય સેવિકાશ્રી, પીએસઇ ઇન્સ્ટ્રક્ટર ઉપસ્થિત રહ્યા હતા.

બોરસદ ખાતે ૭ માં પોષણ પખવાડિયા ઉજવણી નિમિત્તે અતિકુપોષિત બાળકો, કુપોષિત બાળકો, સગર્ભા માતા, ધાત્રીમાતા માટે આરોગ્યની તપાસ માટે મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો
