આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ “સ્માર્ટ બજાર” અને કરમસદ રોડ ઉપર મેં. પી.સી. સ્નેહલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિ.ની સાઈટને રૂપિયા ૫૦ – ૫૦ હજારનો દંડ કરાયો
પ્રકાશિત તારીખ : 20/03/2025
આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મિલિન્દ બાપનાએ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં આવેલ દુકાનો, જાહેર રોડ રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ અને કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર જાહેર માર્ગ પર રેતી-કપચી અને કન્સ્ટ્રક્શનના વિવિધ સામાનના કારણે આમ જનતાને થતી હાલાકી નિવારવા માટે કામ કરવા મહાનગરપાલિકા ની ટીમને સુચના આપી છે.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા વિવિધ એકમો દ્વારા દબાણ બાબતે બેદરકારી રાખવામાં આવતાં આવા એકમોમાં આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ “સ્માર્ટ બજાર” તથા સરદાર પટેલ મેમોરિયલ ની સામે, કરમસદ ખાતે રોડ ઉપર મેં. પી.સી. સ્નેહલ કન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડની સાઇટ દ્વારા બહાર જાહેર રોડ પર નડતરરૂપ રીતે રેતી, કપચી માલ સામાન મુકેલ હોય જાહેર જનતાને નડતરરૂપ હોય, જોખમકારક અને ઉપદ્રવકારક હોય આ બાબતે ધી ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ ની જોગવાઈઓનો બંધ થતો હોય રૂપિયા ૫૦ – ૫૦ હજાર નો વહીવટી ચાર્જ ભરવા આણંદ મહાનગરપાલિકા ટાઉનપ્લાનિંગ/એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે, જો ત્રણ દિવસમાં આ એકમો દ્વારા દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાવાયું છે.