મહિલા સુરક્ષાને ધ્યાને લઈને જિલ્લાની નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગો પર પુરૂષોએ વ્યાજબી કારણ વગર ઉપસ્થિત રહેવુ નહી.
પ્રકાશિત તારીખ : 20/03/2025
આણંદ,બુધવાર: આણંદ જિલ્લામાં મહીલા સુરક્ષા વધારવાના હેતુસર જિલ્લામાં આવેલ તમામ નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગ ઉપર કોઈપણ પુરૂષ/પુરૂષો વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર મનાઈ ફરમાવતું જાહેરનામું આણંદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલ ખાતે આવતા વિદ્યાર્થીઓ તથા સંસ્થાએ લેવા તથા છોડવા આવતા વાલીઓ તથા ઓટો/વાન માલીકો-ડ્રાઇવરો કે જેમની પાસે ઓળખપત્ર હોય તેવા જ તથા સંસ્થા ખાતે વ્યાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ અપવાદ રહેશે.
આ હુકમ તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ અન્વયે શિક્ષાને પાત્ર થશે.