આણંદ જિલ્લામાં આવેલા હોટલ,ગેસ્ટ હાઉસ, લોર્જીગ અને બોર્ડિગમાં રોકાણ કરનાર વ્યક્તિઓની ફરજિયાત નોંધણી કરવી
પ્રકાશિત તારીખ : 19/03/2025
આણંદ,મંગળવાર: આણંદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકોની ઓળખ થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લામાં આવેલ તમામ ખાનગી હોટલ,ગેસ્ટ હાઉસ, લોર્જીગ અને બોર્ડિગમાં રોકાણ કરનાર વ્યક્તિઓ અંગે સંચાલકશ્રીઓએ રેકર્ડની નિયમીત રીતે નોંધણી કરવા અંગે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ હુકમ તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ અન્વયે શિક્ષાને પાત્ર થશે.