પીએમ ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા જિલ્લાના ઉમેદવારોએ તા.૧૨ માર્ચ સુધીમાં ઓનલાઈન https://pminternship.mca.gov.in પર અરજી કરવી
પ્રકાશિત તારીખ : 11/03/2025
આણંદ,સોમવાર: પ્રાઈમ મિનિસ્ટર ઈન્ટર્નશિપ સ્કીમ (PMIS)નો લાભ લેવા માટે બીજા તબક્કાના રજીસ્ટ્રેશનની કાર્યવાહી ઓનલાઈન પોર્ટલ પર કરવા જિલ્લાના ઉમેદવારોને જિલ્લા રોજગાર અધિકારી,આણંદ દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.
જે માટે અરજદારની ઉંમર ૨૧ થી ૨૪ વર્ષની વચ્ચે હોવી જોઈએ તથા અરજદાર ભારતીય નાગરિક હોવો આવશ્યક છે.અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૨/૦૩/૨૦૨૫ છે.
અરજદારે ધોરણ ૧૦, ૧૨ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. અરજદાર પાસે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પોલિટેકનિક ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએટ ડિગ્રી (જેમ કે BA, BSc, BCom, BCA, BBA, B Pharma) પ્રમાણપત્ર હોવું જાઈએ. ઑનલાઇન અથવા ડિસ્ટન્ટ એજ્યુકેશન પ્રોગ્રામમાં નોંધાયેલા ઉમેદવારો પણ પાત્ર છે.
પીએમ ઈન્ટર્નશીપ યોજનાનો લાભ આંતરરાષ્ટ્રીય ઉમેદવારો આ યોજના માટે અરજી કરી શકતા નથી.
જે ઉમેદવારોએ આઈઆઈટી, IIM, રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓ અથવા ઉચ્ચ લાયકાત જેમ કે CA, CS, MBA જેવી ડિગ્રીઓ ધરાવે છે, તેવા ઉમેદવારો પાત્ર નથી.
આ ઉપરાંત જો પરિવારનો કોઈ સભ્ય સરકારી કર્મચારી હોય અથવા પરિવારની આવક રૂ. ૮.૦૦ લાખથી વધુ હોય તેવા ઉમેદવારો પણ પાત્ર ગણાશે નહી.
અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://pminternship.mca.gov.in ની મુલાકાત લેવી પડશે. હોમ પેજ પર આપેલ રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો. હવે તમારો મોબાઇલ નંબર દાખલ કરીને રજિસ્ટ્રેશન કરો. ત્યારબાદ અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.અરજી ફોર્મ તપાસો અને તેને સબમિટ કરો.ભવિષ્યમાં ઉપયોગ માટે અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.
વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી, રૂમ નં-૨૫,૨૬, જુનુ જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદનો રૂબરુ સંપર્ક કરવા જણાવાયુ છે.