બંધ

આણંદ જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના હેઠળ બેટરી ટેસ્ટ માટે વાલી મિટીંગ યોજાઇ

પ્રકાશિત તારીખ : 11/03/2025

આણંદ,સોમવાર: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યમાં રમતગમતના વિકાસ અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રૂચિ ધરાવે તે માટે જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અમલમાં મુકાવામા આવી છે.

જે  અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે આણંદ જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન બહેનો માટે તા.૧૧ માર્ચ અને ભાઇઓ માટે તા.૧૨ માર્ચ ના રોજ સરદાર પટેલ રમત સંકુલ, બાકરોલ-વડતાલ રોડ, રામપુરા ખાતે રાખવામાં આવ્યું છે.

હાલમાં ચાલતા ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અંડર-૯ અને અંડર-૧૧ વય જુથના વિજેતા ખેલાડીઓને જિલ્લામાં યોજાનાર બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવી છે. જેના માર્ગદર્શન માટે વાલી મિટીંગનું આયોજન મેતપુર પ્રાથમિક શાળા, ખંભાત ખાતે કરવામાં આવ્યુ હતું.

 આ મિટીંગમાં વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં શાળાના આચાર્યશ્રી અને જિલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર આણંદ દ્વારા જિલ્લાના ટીમ મેનેજર દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું.