બંધ

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ

પ્રકાશિત તારીખ : 10/03/2025

જિલ્લાની મહિલાકર્મીઓને મહિલા દિવસની શુભકામનાઓની પાઠવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી

આણંદ,શુક્રવાર: આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ અધ્યક્ષ પદે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લાની મહિલાકર્મીઓને આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ મહિલા દિવસની શુભકામનોઓ પાઠવતા પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મહિલાઓને કામગીરીના સ્થળ પર સલામતી મળી રહે તે માટે સુનિશ્ચિતતા થાય છે.     

અત્રે ઉલ્લેખનીય દર વર્ષે ૮ માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહિલા દિવસનો ઇતિહાસ જોઈએ તો મહિલા દિવસની ઉજવણી ૨૦ મી સદીમાં શરૂ થઈ હતી. ૧૯૦૮માં, અમેરિકામાં કામ કરતી મહિલાઓએ ન્યૂયોર્કમાં ઓછા વેતન, લાબાં કામના કલાકો અને મતદાનના અધિકારની માંગ સાથે પ્રદર્શન કર્યુ હતું. ૧૯૦૯માં અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ વાર મહિલા દિવસની ઉજવણી કરી. ૧૯૧૧માં જર્મન, ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) એ ૧૯૭૫માં સત્તાવાર રીતે ૮ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો હતો. 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો અને સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાને મહત્વ પ્રદાન કરવાનો છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી અવકાશ સંશોધન, રમત-ગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહિલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી પુરૂષ સમોવડી બની રહી છે.

સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૫ની થીમ ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ: રાઈટ્સ, ઈકવાલિટી, એમ્પાવરમેન્ટ છે. સમાનતા, અધિકારો, સશક્તિકરણ અને તકો માટે હાકલ કરવામાં આવે છે. ભારત સરકારના સહયોગથી ગુજરાત રાજ્યમાં સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, સ્ત્રી ભૃણહત્યા નિવારણ જેવા અનેક પ્રયાસ માટે અભિયાનો યોજીને જાગૃતિનો સંદેશ આપતી હોય છે. ભારત સહિત ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી મહિલાઓના સર્વાગી વિકાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ 7

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ 6

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ 5

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ 4

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ 3

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ 2

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ 1

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ 1