બંધ

આણંદ જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના હેઠળ બેટરી ટેસ્ટનું આયોજન

પ્રકાશિત તારીખ : 07/03/2025

આણંદ,ગુરૂવાર: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રમતગમતના વિકાસ અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રૂચિ ધરાવે તે માટે જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અમલમાં મુકાયેલ છે. આ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે આણંદ જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ,બાકકોલ –વડતાલ રોડ,રામપુરા ખાતે કરવામાં આવશે.

હાલમાં ચાલતા ખેલ મહાકુંભ ૩૦ અંતર્ગત અંડર-૯ અને અંડર-૧૧ વય જુથના વિજેતા ખેલાડીઓને જિલ્લામાં યોજાનાર બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવી છે.

આણંદ જિલ્લાના ૮ તાલુકાઓમાં યોજાયેલી ૩૦ મીટર દોડ,૫૦ મીટર દોડ અને સ્ટેનસ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં એકથી આઠમાં ક્રમાંકે વિજેતા થનાર બહેનોને તા. ૧૧/૦૩/૨૦૨૫ અને ભાઈઓ તા. ૧૨/૦૩/૨૦૨૫ના રોજ આ ટેસ્ટમાં ભાગ લઈ શકશે.

જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટમાં પસંદગી પામેલ ખેલાડીઓ રાજ્યકક્ષા પરીક્ષામાં ભાગ લઈ શકશે.રાજ્યકક્ષાની પરીક્ષામાં મેરીટ મુજબ ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ સ્કૂલમાં પસંદગી કરવામાં આવશે.પસંદ થયેલ ખેલાડીઓને ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ યોજનાના લાભો પ્રાપ્ત થશે, જેમાં સવાર-સાંજ નિષ્ણાત પ્રશિક્ષકો દ્વારા વૈજ્ઞાનિક પધ્ધતિથી તાલીમ આપવામાં આવશે.

આ યોજના હેઠળ પસંદ થયેલા ખેલાડીઓને નિવાસી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે તથા નિ:શુલ્ક શિક્ષણ, અભ્યાસ માટે જરૂરી સ્ટેશનરી,પુસ્તકો, નિવાસી,ભાજન,શાળાનો ગણવેશ,ટુર્નામેન્ટ એક્સપોઝર તેમજ રમતગમત અત્યાધુનિક સાધનો અને સ્પોર્ટસ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, આણંદનો સંપર્ક મો.૮૨૦૦૫૩૭૭૧૭ પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી આણંદ દ્વારા જણાવવામાં આવે છે.